હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

LPG અછત વચ્ચે રાહત! હોર્મુઝની ખાડીમાંથી વધુ બે ભારતીય ટેન્કરો ભારત આવવા રવાના.

Posted 2 months ago with 35 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ બંને જહાજો 92,612 ટન એલપીજી લઈને આવી રહ્યા છે, જે દેશના અંદાજે એક દિવસના રાંધણ ગેસના વપરાશ જેટલો પુરવઠો છે. આ ટેન્કરો 26 થી 28 માર્ચની વચ્ચે ભારતીય બંદરો પર પહોંચે તેવી ધારણા છે.

LPG અછત વચ્ચે રાહત! હોર્મુઝની ખાડીમાંથી વધુ બે ભારતીય ટેન્કરો ભારત આવવા રવાના.
1/1

LPG અછત વચ્ચે રાહત! હોર્મુઝની ખાડીમાંથી વધુ બે ભારતીય ટેન્કરો ભારત આવવા રવાના 

યુદ્ધના કારણે સર્જાયેલી LPGની અછત વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કરો, 'પાઈન ગેસ' અને 'જગ વસંત', હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. આ બંને જહાજો આગામી બે દિવસમાં ભારતીય કિનારે પહોંચે તેવી શક્યતા છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ ટેન્કરોએ સોમવારે સવારે પર્સિયન ગલ્ફથી પોતાની સફર શરૂ કરી હતી અને ઈરાનના લારક અને કેશમ ટાપુઓ વચ્ચેના પાણીમાંથી પસાર થયા હતા, જેથી ઈરાની સત્તાવાળાઓ સમક્ષ પોતાની ઓળખ સ્પષ્ટ કરી શકાય. આ બંને જહાજોમાં કુલ 60 ભારતીય ખલાસીઓ સવાર છે.

LPG અછત વચ્ચે રાહત! હોર્મુઝની ખાડીમાંથી વધુ બે ભારતીય ટેન્કરો ભારત આવવા રવાના.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ બંને જહાજો 92,612 ટન એલપીજી લઈને આવી રહ્યા છે, જે દેશના અંદાજે એક દિવસના રાંધણ ગેસના વપરાશ જેટલો પુરવઠો છે. આ ટેન્કરો 26 થી 28 માર્ચની વચ્ચે ભારતીય બંદરો પર પહોંચે તેવી ધારણા છે.

અગાઉ 'MT શિવાલિક' અને 'MT નંદા દેવી' નામના ટેન્કરો પણ આશરે 92,712 ટન એલપીજી લઈને સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ થઈ જતાં પર્સિયન ગલ્ફમાં જે 22 ભારતીય જહાજો ફસાયા હતા, તેમાં આ ટેન્કરોનો સમાવેશ થાય છે.

યુદ્ધની શરૂઆતમાં હોર્મુઝની ખાડીમાં કુલ 28 ભારતીય જહાજો હતા, જેમાંથી હવે પશ્ચિમ બાજુએ 20 જહાજો બાકી રહ્યા છે. આ જહાજોમાં 600 જેટલા ભારતીય ખલાસીઓ કાર્યરત છે. સરકારનું મુખ્ય ધ્યાન આ તમામ ખલાસીઓની સુરક્ષા અને સુખાકારી પર છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જહાજ પર સવાર ખલાસીઓ માટે ખોરાક કે પીવાના પાણીની કોઈ અછત નથી. 

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનો 88% ક્રૂડ ઓઈલ, 50% નેચરલ ગેસ અને 60% એલપીજી આયાત કરે છે, જેનો મોટો હિસ્સો આ ખાડીથી આવે છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠામાં થયેલા વિક્ષેપને રશિયા અને અન્ય દેશો દ્વારા સરભર કરવામાં આવ્યો છે, પરંતુ ગેસ અને એલપીજીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો હતો.


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.