સમાચાર સારાંશ: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા પાયલ પટેલે જણાવ્યું કે અમે વિપક્ષ તરીકે ની ફરજ બજાવી પરંતુ પાલિકા પોતાની ફરજ ચુકી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે બોલાવેલ રિમોન્સૂનની સમીક્ષા મિટિંગમાં અધિકારીઓ ગાયબ
જુઠાણું પકડાઈ જવાના ડરથી અધિકારીઓ ભાગે છે : પાયલ પટેલનો આક્ષેપ

સુરતમાં પ્રિમોન્સૂન કામગીરીને લગતા રિપોર્ટ તદ્દન બોગસ, ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે વિપક્ષે ખોલી પોલ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા પાયલ પટેલે જણાવ્યું કે અમે વિપક્ષ તરીકે ની ફરજ બજાવી પરંતુ પાલિકા પોતાની ફરજ ચુકી
અગાઉથી કરેલા આયોજન મુજબ વિપક્ષ નેતા તરીકે પ્રિમોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં મ્યુનિ.કમિશ્નર સહીત જે-તે ઝોનનાં જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવાયું હતું. પરંતુ આ શહેર નાં નાગરિકોનું એટલું દુર્ભાગ્ય કે માંડ 3 કર્મચારીઓ આજની મિટિંગમાં હાજર રહ્યાં હતાં. જેમાંથી એક રાંદેર ઝોન નાં અને અન્ય બે સાઉથ ઝોન (ઉધના) નાં ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે યાદ રહે કે, બે દિવસ અગાઉ કમિશ્નર, મેયર સહીત પદાધિકારીઓએ અમુક સ્થળની મુલાકાત લીધી હતી અને સબ સલામત નાં બણગાં ફૂંક્યા હતાં. પરંતુ વિપક્ષનાં સભ્યોએ સ્થળ પર વિઝીટ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર હતી. ખાડીની કોઈ સાફ સફાઈ દેખાઈ નહીં. ચોમાસા દરમ્યાન જો પાણી ભરાશે અને લોકોના જાનમાલ ને નુકશાન થશે તો જવાબદાર કોણ તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે ઉમેર્યું હતું કે, પ્રિ-મોન્સૂન ના નામે ફક્ત ફાંકા ફોજદારી કરવા કરતાં કામ કર્યું હોત તો હોંશે હોંશે આવીને જવાબો આપતે ને. ચોમાસા માં ખાડી પુર ની સ્થિતિ સર્જાઈ ઠેર ઠેર પાણી ભરાઈ જાય લાખો લોકો પરેશાન થાય છે પરંતુ પાલિકાએ કોઈ ઠેસ કામગીરી કરી હોય એવું લાગતું નથી તેથી જ સમીક્ષા બેઠક માં અધિકારીઓ હાજર ન રહ્યા.
ખુબ જ અગત્યની અને ગંભીર મુદ્દાની મિટિંગમાં જે રીતે અધિકારીઓની ગેરહાજરી હતી તે જોતા લાગે છે કે, પ્રિમોન્સૂન કામગીરીને લગતા જે રિપોર્ટ તેમણે બનાવ્યા તે તદ્દન બોગસ છે. ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે. સ્થળ પર કોઈ કામગીરી થઇ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. વિપક્ષના તમામ નગરસેવકો સાથે સુરત શહેર ના અલગ અલાગ વિસ્તારો માં મુલાકાત લઈ પ્રિમોન્સૂન ની કામગીરી ની ચકાસણી કરી જેમાં અલગ અલગ વિસ્તારો માં ખાડીઓ માં વ્યાપક પ્રમાણ માં કચરો જોવા મળ્યો તો પ્રિમોન્સૂન કામગીરી પર પણ એ સવાલો ઉઠે છે. વિપક્ષના નેતા પાયલ પટેલે જણાવ્યું કે ફક્ત કાગળ પર પ્રિ-મોન્સૂન કામગીરી કરીને સંતોષ માણવા કરતા પાલિકા જમીની સ્થરે કામગીરી કરે તો લાખો લોકો ને હાલાકી નો સામનો ન કરવો પડે પરંતુ નિયત માં જ ખોટ હોઈ તેવુ લાગી રહ્યું છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે
અમે વિપક્ષ તરીકે ની ફરજ બજાવી પરંતુ પાલિકા પોતાની ફરજ ચુકી છે હવે ચોમાસા દરમિયાન અમારી જનતા ને હાલાકી પડશે અને નુકશાન થશે તો જનતા અને વિપક્ષ ના વિરોધનો સામનો કરવા માટે નિષ્ફળ કમિશનર અને શાસકો તૈયારી રાખે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



