સમાચાર સારાંશ: જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી
પોરબંદરમાં NDRFની ટીમ મદદે રાજ્યમાં NDRF અને SDRFની ટીમ દ્વારા બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી ગુજરાતમાં અનેક જગ્યાએ રેસ્ક્યુ હાથ ધરાયુ સ્થાનિકોએ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી
પોરબંદરના માંડેર ગામે ચાર વર્ષના યુવાનને તબિયત લથડતા NDRF ની ટીમ મદદ લેવાઈ હતી માધવપુર થી નજીક આવેલ મંડેર ગામે ઉપરવત ભારે વરસાદને કારણે મંડેર ગામ સંપર્ક હોવાથી ચાર વર્ષના યુવાનની તબિયત લથડતા માધવપુર પોલીસ સ્ટાફ તેમજ NDRF ની ટીમ તાત્કાલિક ધોરણે મંડળ ગામે ઘટના સ્થળે પહોંચી હતી .માધવપુરના મંદિર ગામે માધવપુર પોલીસ સ્ટાફ સાથે રહીને ઇન્ડિયા રેપની મદદથી ચાર વર્ષના યુવાનને સારવાર અર્થે ગરીયા પહોંચાડેલ ત્યારબાદ જીંગરીયા થી 108 મારફત પોરબંદર ખસેડવામાં આવ્યો હતો
માંડેર ગામના વતનીઓએ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી
નાજા ભાઈ રાજાભાઈ કોડીયાતરના પુત્ર ચાર વર્ષના હોવાથી શ્વાસની સમસ્યાને લઈને તાત્કાલિક સારવાર માટે પોરબંદર ખસેડાયા
પોરબંદર પંથકના માધવપુર થી નજીક આવેલ કડછ ગામ ખાતે હાલ ઉપર વાસ ના ભારે વરસાદ ના કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે મૉચા થી ગામે જતા રસ્તા પર પાણી ફરી વળ્યુ હોવાથી કોઇ વાહન અવરજવર થઈ શકે તેવી સ્થિતિ નથી ત્યારે હાલ એક યુવાન ને સર્પ કડવા થી તેની હાલત ગંભીર બની હતી જે અંગે જાણ થતા માધુપુર પોલીસ સાથે રહી એન ડી આર એફ ની ની ટીમ મારફત 5 કિમી પાણી ના પ્રવાહ માંથી બોટ મારફત તેવો નું રેસક્યું કરાયું હતું
માધવપુર ના કડછ ગામે નાગાજણ નામના યુવાન ને સર્પ કરવા થી તેની જાણ પોલીસને થતા તેવો દ્વારા તાત્કાલિક NDRF ની ટીમ ને સાથે રાખે બોટ મારફત કડછ ગામે થી તે યુવાન સમય સર રેસ્ક્યું કરવા માં આવ્યું ને તાત્કાલિક મોચાં ગામે પોહચાડી ને ત્યાર બાદ 108 મારફત તેને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવેલ જેથી તેવો ને તાત્કાલિક સરવાર મળી જાવા થી યુવાનનો જીવ બચ્યો hto
અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી
પોરબંદર જિલ્લામાં 6 લોકોનું NDRF દ્વારા રેસક્યુ
રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક , એક પુરુષ અને એ મહિલા સહિત કુલ 6 લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે. જિલ્લા પ્રશાસન દ્વારા 'ઝીરો કેઝ્યુલિટી' સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આજે સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામ ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા 4 લોકો ફસાયેલા હતા. સ્થાનિક પ્રશાસન અને NDRF ની ટીમ દ્વારા ફસાયેલા 4 લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
- વડોદરાના સુખલીપૂરામાંથી ૧૪૧ લોકોનું કરાયું સ્થળાંતર
- વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા સ્થળાંતર
ભોજન અને પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરતું જિલ્લા પ્રશાસન
આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે લીધી મુલાકાત
વડોદરાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોનું કરાયું સ્થળાંતર કરાયું. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



