હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Posted 2 years ago with 75 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. જ્યારે 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર  એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત
1/4
ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર  એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત
2/4
ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર  એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત
3/4
ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર  એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત
4/4

ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર 

એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થયા બાદ બચાવકાર્ય ચાલુ છે. પરંતુ ચોકાવનારી વાત સામે આવી છે .આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. જ્યારે 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે BMC અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.

 હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. BMC 40x40 ચોરસ ફૂટના કદના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેનું કદ 120x120 ચોરસ ફૂટ હતું. જે ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ધરાશાયી થયું છે.

મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જોવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક 120 ફૂટ બાય 120 ફૂટનું વિશાળ હોર્ડિંગ તેનાં ગર્ડર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતાં વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંચ નીચે આશરો લેનારા 100થી વધુ લોકો દટાયા હતા. જેમા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાં છે જ્યારે અન્ય 43 લોકોને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. 

ડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા
આશરે એક કલાકના ડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શહેરમાં બીજાં પણ અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. 

શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, 'અત્યાર સુધીમાં 78 લોકોને હોર્ડિંગની નીચેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.'

ઘાટકોપરમાં ધરાશાયી થયેલું હોર્ડિંગ હતું ગેરકાયદેસર  એડ્વર્ટાઇઝ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 14 ના મૃત્યુ 74થી વધુ લોકો ઈજાગ્રસ્ત

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.