હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો શું કહ્યું SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે?

Posted 1 year ago with 54 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: શું કહ્યું SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે?

હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો શું કહ્યું SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે?
1/2
હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો શું કહ્યું SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે?
2/2

હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો શું કહ્યું SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે? 

Hindenburg Report On SEBI: અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ (Hindenburg) એ ગત વર્ષે ભારતીય અબજપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂકતાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હવે આ વર્ષે તેણે ફરી અદાણીને સંડોવતાં માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) પર નિશાન સાધ્યું. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને SEBI અધ્યક્ષ માધવી પુરી બુચ વચ્ચે કોઇ લિંક હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં SEBIના અધ્યક્ષની ભાગીદારી પણ હતી. હવે આ આરોપો પર SEBIના ચેરપર્સને ખુલાસો કર્યો હતો. 

જોકે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એક નિવેદન જારી કરતાં માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે. 

માધવી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્શિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.