હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

વેબ-સિરીઝ રીવ્યુ: આશુતોષ રાણા અને વિજય રાઝની એક ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝ 'મર્ડર ઇન માહિમ'

Posted 2 years ago with 55 views

Story by Ranmesh | 2 mins read

સમાચાર સારાંશ: જિઓસિનેમા પર પ્રસારિત થઇ રહેલી 'મર્ડર ઇન માહિમ' એક ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝમાં એક હત્યાની તહેકીકાત કરતાં ઘણું વધુ છે

વેબ-સિરીઝ રીવ્યુ: આશુતોષ રાણા અને વિજય રાઝની એક ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝ 'મર્ડર ઇન માહિમ'
1/1

જિઓસિનેમા પર પ્રસારિત થઇ રહેલી 'મર્ડર ઇન માહિમ' એક ક્રાઇમ થ્રિલર વેબ-સિરીઝ છે. રાજ આચાર્યના દિગ્દર્શનમાં બનેલી આ શ્રેણીમાં કુલ આઠ એપિસોડ જેમાં આશુતોષ રાણા અને વિજય રાઝ જેવા અનુભવી કલાકારો છે જેઓ વેબ-સિરીઝની વાર્તાને સંપૂર્ણ ન્યાય આપે છે. 

શ્રેણીની શરૂઆત મધરાતે મુંબઈના માહિમ એરીયાના ખાલી લોકલ સ્ટેશન પર એક માણસની હત્યાથી થાય છે. વિજય રાઝ એ તપાસ કરનાર પોલીસ અધિકારી છે જેઓએ પોતાના રોલને એટલો સરસ રીતે નિભાવ્યો છે કે તેઓના પત્રની કર્કશતા પણ દર્શકોને હાસ્યાસ્પદ છે. તો બીજી તરફ, આશુતોષ રાણા એવા પિતા છે, જેનો પુત્ર સુનીલ લગ્ન કરવાનો છે અને તેની ઓળખને લગતા એવા ખુલાસા થાય જે તેના પિતા માટે આઘાત સમાન છે અને તે નિરાશાજનક ખૂબ ચર્ચાઓમાં ફેરવાય છે, જેથી તે એક અલગ રીતે હાસ્યાસ્પદ બની જાય છે.

આ શ્રેણીમાં એક હત્યાની તહેકીકાત કરતાં ઘણું વધુ છે, પરંતુ પ્રથમ એપિસોડ જોઈને તેઓ આઇડિયા આવતો નથી. આ સિરીઝ તેના કેટલાક સાવેદશીલ ડાઈલોગ દ્વારા લૈંગિક સ્વતંત્રતા અને કલમ 377 પર પણ ટિપ્પણી કરે છે. આ રહસ્યમય પરીસ્થીતીઓ, કલાકારોનો અભિનય, જકડી રાખતી વાર્તા IMDb પર વેબ-સીરીઝને 10 માંથી 7.9ના રેટિંગ સુધી લઈ ગઇ છે. વધુ ન લખતા વાચકોને કહેવાનું કે જો તમને એક ગહનતા પણ સામાજિક ટિપ્પણીથી પર સિરીઝ જોવી ગમતી હોય તો 'મર્ડર ઇન માહિમ' ચોક્કસ જો જો. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન