હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.

Posted 1 year ago with 230 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: યુવાનો અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ WeTheYuva, Urjha Ghar, ComMutiny - Youth Collective અને VartaLeap Coalition દ્વારા 30મી નવેમ્બરના રોજ અમદાવાદ CEE ખાતે  રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઈમેટ એક્શન ચેમ્પિયનશિપnના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની ટીમ જલ કનોજિયા અને પંકજ ઘુટે, તેજલ ડાભી (માર્ગદર્શક) વિજેતા બની.

અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.
મહેમાનોને કાર્યક્રમનું મહત્વ સમજવતા સંજયભાઈ
1/4
અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.
વિજય ભારતીય દ્વારા મહેમાનોનું સ્વાગત
2/4
અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.
ગુજરાત ટીમના માર્ગદર્શક તેજલ સાથે ચર્ચામાં અન્ય સભ્યો
3/4
અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.
પોતાના વિચારો વ્યક્ત કરતાં કાજલ અને પંકજ
4/4

યુવાનો અને પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ WeTheYuva, Urjha Ghar, ComMutiny - Youth Collective અને VartaLeap Coalition દ્વારા 30મી નવેમ્બરના રોજ અમદાવાદ CEE ખાતે  રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઈમેટ એક્શન ચેમ્પિયનશિપnના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન WeTheYuva અને Urjha Ghar દ્વારા કરવામાં આવ્યું હતું, સંસ્થાના સ્થાપકો વિજય ભારતીય (WeTheYuva) અને (Urjha Ghar) દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ જે સંસ્થા ComMutiny - Youth Collective અને VartaLeap Coalition ના ઉપક્રમે યોજાયો હતો તેના સ્થાપક સંજય હરી ટી. દ્વારા કાર્યક્રમનું મહત્વ હાજર મહેમાનોને સમજવામાં આવ્યું હતું.

લગભગ ૬ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં ૬૦ થી વધારે લોકો જોડાયા હતા જેમાં શિક્ષણવિદો, વકીલો, નહેરુ યુવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ, નાગરિક સમાજ ના સંગઠન, વિદ્યાર્થી, યુવા નેતા, યુવાનો સમાવેશ થાય છે. આ વિચારશીલ વર્ગે યુવાનો ને લગતા પ્રશ્નો અને તેના સમાધાનોની ચર્ચા કરી હતી. અનુભવના આદાન-પ્રદાનની સાથે સાથે એક બીજાની સાથે કયા ઉપયોગી થઈ શકાય તેની પણ ચર્ચા થઈ હતી. આ સંવાદ એ બિયોન્ડ રાઈટ એન્ડ રોંગ: યુથ લીડરશીપ ઈઝ ચેન્જીંગ ધ ગેમ સિરીઝના ભાગરૂપે સમગ્ર ભારતમાં યોજાતા ઘણા બધા પ્રાદેશિક સંમેલન માંથી એક છે અને આ સંવાદોનો ઉદ્દેશ્ય સાથે મળીને એક-બીજાની મદદથી સમાજ માટે, યુવાનો માટે કઈ સારું કરવાનો, સમાજને સકારાત્મક રીતે બદલવાનો છે.

ચિંતનભાઈ ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવેલું ચિત્ર
અમદાવાદમાં રાઉન્ડ ટેબલ સંવાદ અને ક્લાઇમેટ એક્શન ચેમ્પિયનશિપ ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની ટીમ વિજેતા બની.

આ કાર્યક્રમના ભાગ રૂપે ક્લાઈમેટ એક્શન ચેમ્પિયનશિપnના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની ટીમ વિજય બની હતી. વિજેતા ટીમના સભ્યો કાજલ કનોજિયા અને પંકજ ઘુટે, તેમજ તેમના માર્ગદર્શક તેજલ ડાભી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ આ ચેમ્પિયનશિપમાં જોડાય ત્યારે ૮૮ ટીમો હતી અને હવે ૩૬ ટીમો બચી છે, ટીમના સભ્યોએ પ્રાકૃતિક/કુદરતી ખેતીની મદદથી પર્યાવરણ બચાવવાની સાથે-સાથે, યુવા ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની, સમાજ માટે પૌષ્ટીક ખોરાકની અને ખેડૂતના પરિવાર માટે ઇકોનોમિક સ્ટબીલીટીની વાત કરી હતી, જે હાજર જ્યુરી ડૉ. લીના (સાયન્ટિસ્ટ, સસ્ટેનેબલ લિવિંગ અને ક્લાઈમેટ ચેન્જ એક્ટવિસ્ટ) હર્ષિત (મુપ્પીરી ધ ઈમ્પેક્ટ ફોક્સના સ્થાપક) બિપ્લબ પોલ (પર્યાવરણવાદી છે) ને ખુબ જ પસંદ આવ્યું હતું અને તેઓએ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં તેઓની કોઈ પણ મદદની જરૂર પડે તો તેઓ તે ચોક્કસ કરશે. 

પોઝીટીવ ચર્ચા, ક્લાઈમેટ એક્શન ચેમ્પિયનશિપ અને ભારતના જુદા જુદા ભાગમાંથી ક્લાઈમેટ એક્શન ચેમ્પિયનશિપના ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડ માટે આવેલા હરીફો માટે ગુજરાતી ભોજન ઉપરાંત, WeTheYuva ટીમના ચિંતનભાઈ ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવેલું ચિત્ર પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સારા સમાજના નિર્માણ માટે, યુવા વર્ગને ક્લાઈમેટ જેવા વિષય પર વિચાર કરતો કરવા માટે આપણા સમાજમાં આવા પ્રયત્નોની ખૂબ જરૂર છે અને WeTheYuva, Urjha Ghar, ComMutiny - Youth Collective અને VartaLeap Coalition જેવી સંથાઓના આવા પ્રયત્ન સમાચાર સાથે આપના સુધી ચોક્કસ પહોંચાડશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.