હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.

Posted 6 months ago with 712 views

Story by Vinay Pandya | 4 mins read

સમાચાર સારાંશ: આ ઉત્સવ “સમૈયો” ઉપલક્ષમાં કાલુપુર મંદિર દ્વારા તા. 28-12-2025ને રવિવારે ચિત્રકલાના વિદ્યાર્થીઓ તેમજ કલાકારો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી ચિત્રકાર વિનય પંડ્યા તથા પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.
1/4
શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.
2/4
શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.
3/4
શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.
4/4

શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ 

કલા તેમજ સંસ્કૃતિથી ભારત દેશ શોભાયમાન છે. પ્રત્યેક કલામાં અદભૂત વૈવિધ્યતાના દર્શન થાય છે. પ્રાચીન સમયની ભારતીય કલા-સંસ્કૃતિને જીવંત રાખવા ભારત સરકરાની સંસ્કાર ભારતી પૂર્ણ રીતે કાર્યરત છે. એવીજ રીતે ઘણી સંસ્થાઓ કલા તથા સંસ્કૃુતના ઉત્થાન માટે કાર્યરત છે. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું મોખરે સ્થાન તેમજ યોગદાન રહ્યું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ‘સમૈયો’ વિશેષ હેરીટેઝ ચિત્ર સ્પર્ધા યોજાઈ.

   શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષણ તેમજ લોક સેવા જેવી પ્રવૃત્તિ કરવામાં હંમેશ અગ્રેસર રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા સમસ્ત માનવ જીવન માટે જીવન રીતિ, વવ્યવહાર નિતી તેમજ પ્રભુ પ્રાપ્તિ માટેની દીવા દાંડી રૂપ શિક્ષાપત્રી લખી હતી. તે પવિત્ર શિક્ષાપત્રિમાં 21 શ્લોકોનું ચૂસ્ત પણે જે કોઈ પાલન કરે તો આજના જમાનામાં પણ એને ક્યારેય દુઃખ આવતું નથી. તેમજ સમાજમાં પણ કોઈ અવ્યવસ્થા રહેતી નથી. આ પ્રકારની શિક્ષાપત્રી લેખનને 200 વર્ષ પૂરા થતા “સમૈયો” નામે અમદાવાદ શ્રી નરનારાયમ દેવ દેશ ગાદીના સાતમાં આચાર્ય શ્રી કાૈશલેન્દ્ર પ્રસાદની અાજ્ઞાથી અને ભાવિ આચાર્યશ્રી વ્રજેન્દ્ર પ્રસાદજી અધ્યક્ષતામાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદ એક દ્વારા અાગામી તા. 23-01-2026 થી તા. 27-01-2026 દરમિયાન ભવ્યતાથી ઉજવવામા આવશે. દેશ વિદેશથી હજારો હરિભક્તો સંતો પધારશે.

આ ઉત્સવ “સમૈયો” ઉપલક્ષમાં કાલુપુર મંદિર દ્વારા તા. 28-12-2025ને રવિવારે ચિત્રકલાના વિદ્યાર્થીઓ તેમજ કલાકારો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની જવાબદારી ચિત્રકાર વિનય પંડ્યા તથા પ્રફુલ ખરસાનીને સોંપવામાં આવી હતી. 

       આપણા અમદાવાદ શહેરને હેરીટેજ સીટીનો દરજ્જો મળતા ચિત્ર સ્પર્ધા માટે “અમદાવાદ હેરિટેજમાં કાલુપુર મંદિર” વિષય રાખેલ હતો. આ સ્પર્ધામાં 200 જેટલા કલાકરાએ ભાગ લીધો હતો. પ્રત્યેક કલાકારે પોતાની અગાવી પધ્ધતિ દ્વારા મંદિરના ખૂબ સુંદર હેરીટેજ પાર્ટને આર્ટ પેપર ઉપર વિવિધ રંગો દ્વારા રંગીનતા આપી. સુદંર કોતરણી, ઢીંગલીઓ, ઝરુખા, કલાત્મક મંદિર, મંદિરનું આકર્ષક પ્રવેશ દ્વાર, કલાત્મક પિલ્લરો, પિલ્લરોને જોડતી કમાન વિગેરે ચિત્રોમાં ખુબ જ સુંદરતા પૂર્વક ઉપસી આવ્યા હતા. આ મંદિરની ખુબી આર્કિટેકની વિશેષ ડિઝાઈનના કારણે છે. વર્ષો પહેલા બનાવેલા આ સ્ટ્રક્ચરને નિહાળતા જ હૃદયને સ્પર્શીનીય છે. 

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક કલાકારને ઉપયોગી નિવડે તેવા “શ્રી સ્વામિનારાયણ ચિત્ર કલા” અને “ઘી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય” નામના બે દળદાર ગ્રથો ભેટ આપવામાં આવ્યા. વિજેતા જાહેર થનાર સ્પર્ધકોને સમૈયા ઉત્સવ દરમિયાન સન્માન સાથે યોગ્ય ઇનામ પણ આપવામાં આવ્યા હતા. 

-વિનય પંડ્યા

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.