હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

દુર્ગાધામમાં થશે “ સનાતનનો શંખનાદ” અમદાવાદ નજીક દુર્ગાધામમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ, મુખ્ય 3 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે.

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 6 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ નજીક બાવળા તાલુકાનાં ગોરાણી ક્લબ & રિસોર્ટ ભમાસરા ખાતે દુર્ગાધામ દ્વારા "સનાતનનો શંખનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દુર્ગાધામમાં થશે “ સનાતનનો શંખનાદ” અમદાવાદ નજીક દુર્ગાધામમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ, મુખ્ય 3 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે.
1/1

દુર્ગાધામમાં થશે “ સનાતનનો શંખનાદ” અમદાવાદ નજીક દુર્ગાધામમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ, મુખ્ય 3 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે 

ધાર્મિક અને સામાજિક આગેવાનો એક મંચ પર એકત્રિત થશે

પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી કરતા ભુદેવોનું કરાશે સન્માન 

કાર્યક્રમમાં 100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે 

અમદાવાદ નજીક બાવળા તાલુકાનાં ગોરાણી ક્લબ & રિસોર્ટ ભમાસરા ખાતે દુર્ગાધામ દ્વારા "સનાતનનો શંખનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ સમાજમાં સનાતન ધર્મના સિદ્ધાંતો જ્ઞાતિ સંસ્કાર અને પરંપરાગત મૂલ્યોને મજબૂત બનાવવાનો છે. 9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો ધાર્મિક નેતાઓ સામાજિક કાર્યકર્તાઓને યુવાનોને સામેલ કરવામાં આવશે. જેથી સનાતન ધર્મના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થઇ શકે.

100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ રહેશે હાજર

દુર્ગાધામ સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ રાજ્યગુરુએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “સનાતનનો શંખનાદ" કાર્યક્રમમાં 100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં રાજ્ય પરના વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો એક મંચ પર એકત્રિત થશે. જેમાં વિશ્વસનીયતા અને પરંપરાઓને જાળવવા માટે દ્વાર ખોલી રહ્યો છે સનાતનનો શંખનાદ કાર્યક્રમ દુર્ગાધામ. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા સનાતન ધર્મને લગતા કાનૂનો ધડવા માટે અને રામ મંદિર નિર્માણ માટે અભિનંદન પાઠવવા ધન્યવાદ પ્રસ્તાવ મૂકવામાં આવશે.

મુખ્ય 3 મુદ્દાઓ પર વિશેષ ચર્ચા

આ કાર્યક્રમના મુખ્ય હેતુઓ વિશે ભાવેશભાઈ રાજ્યગુરુએ વાત કરતા જણાવ્યું હતું કે 3 મુખ્ય એજન્ડા છે. જેમાં 1) દીકરીની લગ્નની ઉંમર 18ની બદલે 21 કરવાની સલાહ આપવામાં આવશે અને સર્વાનુમતે આ વિષય પર ચર્ચા કરીને ઠરાવ કરવામાં આવશે. 2) આંતરજ્ઞાતિય લગ્ન અટકાવવા માટે જ્ઞાતિ સંસ્કાર યજ્ઞના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. 3) લગ્ન અને છૂટાછેડાની માહિતી ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ રહે તે માટે સરકાર પાસે માંગણી કરવામાં આવશે. ખાસ આ કાર્યક્રમમાં 10 થી વધુ ધારાસભ્યો હાજર રહેવાના છે સાથે અનેક સંસ્થાઓના વડા પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે.

કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ

1. લગ્ન વય અને પ્રેમ લગ્ન પર ચર્ચા

સમાજમાં વગ્નની ઉંમર વિશેચર્ચા કરવામાં આવી છે. હાલમાં 18 વર્ષના અવધિમાં કન્યાનું લગ્ન થાય છે. પરંતુ જો આ ઉંમરને 21 વર્ષ કરવામાં આવે, તો પ્રેમલગ્નમાં 50% ઘટાડો થઇ શકે છે. વિધર્મી લગ્નમાં 80% સુધી ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માતા-પિતાની સહમતીથી લગ્ન ફરજિયાત બનાવવાથી સમાજમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે.

2. જ્ઞાતિ સંસ્કારનું મહત્વ

જ્ઞાતિ સંસ્કારને સનાતનધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. આ સંસ્કાર પરંપરાને અને સમાજને એકઠા કરવામાં મદદરૂપ થાય છે. ટૂંક સમયમાં દુર્ગાષામ ખાતે જ્ઞાતિ સંસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવશે.

3. વિધર્મી લગ્ન પર ચર્ચા

વિધર્મી લગ્નના પ્રતિક્રિયાઓ અને તેમાંથી મળતા પરિણામો પર ચર્ચા કરવામાં આવશે આ ચર્ચામાં દરેક જાતિ, સમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ સર્વ જ્ઞાતિની એકતા અને ભાઇચારાનો પરિચય આપવાનો છે.

4. જનજાગૃતિ અભિયાન

આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ હેતુ સમાજમાં જનજાગૃતિ લાવવાનો છે. ધાર્મિક અને સામાજિક આગેવાનોના સહયોગથી આ અભિયાનનો વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

5. ધારાસભ્યોને નિવેદન

182 ધારાસભ્યોને આ કાર્યક્રમ દ્વારા આ વિષય પર પોતાના મત પ્રગટ કરવા આવાહ્ન કરવામાં આવશે

અત્રે ઉલ્લેખની વચ્ચે કે આ કાર્યક્રમ દરમિયાન કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્યકર્તા સમાજના મહાનુભાવોનો સન્માન કરવામાં આવશે સાથે સનાતનનું શંખનાદ કાર્યક્રમનો એક નાટક પણ રજૂ કરવામાં આવશે. કુલ 2,50,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.