હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા

નાસિક ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલાશિબિરમાં સપ્તરંગી સર્જન

Posted 2 years ago with 12 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: કલા પ્રતિષ્ઠાની દ્વારા નાસિકમાં 15મી રાષ્ટ્રીય કલાશિબિરનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર રાષ્ટ્રના 60 ચિત્રકારો જોડાયા હતા. તીર્થસ્થાનોની કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી જીર્ણોદ્ધાર કલાસાધકોએ કર્યું. કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું કે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત નાસિક તીર્થક્ષેત્ર ખાતે 15મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં કપિલા અને ગોદાવરીના સંગમ પર માતા જાનકીની પર્ણ કુટિયાના સ્થાનો પર દેવાલયના તીર્થસ્થાન પર કુલ 306 કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરીને કલાકુંભ પૂર્ણ કરવામાં આવ્યો.

નાસિક ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલાશિબિરમાં સપ્તરંગી સર્જન
1/4
નાસિક ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલાશિબિરમાં સપ્તરંગી સર્જન
2/4
નાસિક ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલાશિબિરમાં સપ્તરંગી સર્જન
3/4
નાસિક ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલાશિબિરમાં સપ્તરંગી સર્જન
4/4

કલા પ્રતિષ્ઠાની દ્વારા 15 મી રાષ્ટ્રીય કલાશિબિર નાસિક ખાતે તારીખ 20 - 3 -20124 થી 23- 3 -2024 સુધી (ચાર દિવસ) યોજવામાં આવી . સમગ્ર રાષ્ટ્રના 60 ચિત્રકારો જોડાયા છે... તપોવન બ્રહ્મચર્ય આશ્રમ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પ.પૂ. જ્ઞાન પુરાણી સ્વામીના વરદ હસ્તે ખેસ અર્પણ કરીને અક્ષત કંકુ વડે પૂજન કરીને રાષ્ટ્રીય કલા શિબિરની વેદોની ઋચાઓ નો મંત્રોચ્ચાર કરીને શુભેચ્છા પાઠવી હતી .કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કર્યું હતું. નાસિક તીર્થક્ષેત્ર ખાતે 15મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં તીર્થસ્થાનોની કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી જીર્ણોદ્ધાર કલાસાધકોએ કર્યો.

કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું કે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત નાસિક તીર્થક્ષેત્ર ખાતે 15મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં કપિલા અને ગોદાવરીના સંગમ પર માતા જાનકીની પર્ણ કુટિયાના સ્થાનો પર દેવાલયના તીર્થસ્થાન પર કુલ 306 કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરીને કલાકુંભ પૂર્ણ કરવામાં આવ્યો . કલા પ્રતિષ્ઠાન તરફથી ચિત્રકાર કનુ ભાઈ ટાંક નો આભાર વ્યક્ત કરું છું. સમગ્ર આયોજનમાં તેમનો સિંહફાળો રહ્યો.

ઉદયપુરથી આવેલા જાણીતા ચિત્રકાર અનુરાગ મહેતાએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રના કલાસાધકોએ દિવ્ય ભૂમિપર રંગોત્સવ ગોદાવરી તટ પર કે નાસિકની ગલીઓ ..અમે નેશનલ આર્ટ કેમ્પમાં કલા પ્રતિષ્ઠાનના આભારી છીએ અને રાષ્ટ્રના ચિત્રકારો સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થતો.

કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજક ચિત્રકાર નટુ ભાઈ ટંડેલે જણાવ્યું કે નાસિકના સ્થાનિક ચિત્રકારો પણ કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આર્ટ કેમ્પમાં ચિત્રકારોને બિરદાવવા આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે નાસિકમાં ગોદાવરી ઘાટ , કપિલ ગોદાવરી સંગમ, અને જુના નાસિક શહેરની ઇમારતો અને ગલીઓમાં બેસીને બધાજ ચિત્રકારોએ પોતાની આગવી શૈલીથી કલા સર્જન વોટર કલરમાં કર્યું છે. જે અદભુત છે. નાસિક ખાતે સર્જન થયેલ કલા કૃતિઓને જોઈને સ્થાનિકો અચંબિત થયા હતા. કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજક ચિત્રકાર નટુ ભાઈ ટંડેલ , ચિત્રકાર અજિત ભંડેરી, ભાવેશ પટેલ , દિપક મહેતા , નરેન્દ્ર ગોહિલ અને સુધા ઘેવરિયાએ ખુબ સરસ રીતે કાર્યક્રમનું આયોજન કર્યું તથા કેમ્પના આયોજનમાં મુકેશ ધોળકિયા , જય ગોહિલ , બલદેવ પટેલ, દિવ્યેશ બાગડાવાલા , મયુર મિસ્ત્રી સહિતના ચિત્રકારોએ દરેક પ્રવૃત્તિઓમાં સહકાર આપીને નેશનલ આર્ટ કેમ્પને સફળ બનાવ્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.