હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ફિલ્મ રિવ્યુ: સત્ય કથા પર આધારિત પ્રેરણાદાયી બાયોપિક 'સરફિરા', જે કેટલાક દર્શકોના મતે અક્ષય કુમારની કમબેક ફિલ્મ છે

Posted 2 years ago with 150 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: પ્રારંભિક દૃશ્યથી દર્શકોમાં કુતૂહલ જગાડતી આ ફિલ્મ દર્શકોને આશા અને સાહસની નવી દિશા બતાવે છે, જે દર્શકોને ભાવનાત્મક સફર પર લઈ જવાની સાથે સાથે પ્રેરણા પણ આપે છે. જો તમે પ્રેરણા અને મનોરંજનની શોધમાં છો, તો 'સરફિરા' તમને ચોક્કસ ગમશે.

ફિલ્મ રિવ્યુ: સત્ય કથા પર આધારિત પ્રેરણાદાયી બાયોપિક 'સરફિરા', જે કેટલાક દર્શકોના મતે અક્ષય કુમારની કમબેક ફિલ્મ છે
1/1

સુધા કોંગરાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ સરફિરા જી.આર. ગોપીનાથના સપનાની સત્ય કથા પર આધારિત છે, જેમણે સામાન્ય માણસ માટે ઓછી કિંમતની એરલાઇન્સ શરૂ કરવાનું સ્વપ્ન જોયું હતું. એક સામાન્ય માણસની અસામાન્ય યાત્રાને દર્શાવતી આ ફિલ્મ પોતાની સરળતા અને સંઘર્ષની વાર્તાથી દર્શકોને જોડી રાખે છે. દર્શકો ફક્ત ફિલ્મની વાર્તા સાથે જ નહીં પણ વાર્તાના પાત્રોની ભાવનાઓ સાથે પણ ગૂંથાઈ જાય છે અને તેમની સફળતા અને નિષ્ફળતાના ભાગીદાર બની જાય છે. ફિલ્મનું દિગ્દર્શન ખૂબ સુંદર છે, જે કથાનકને સજીવન બનાવે છે અને દર્શકોને અંત સુધી બંધાયેલા રાખે છે.

અક્ષય કુમારએ વીર મહાત્રેની વ્યક્તિગત જીવન અને સપનાઓને પ્રાપ્ત કરવાના સંઘર્ષને સંતુલિત રીતે દર્શાવ્યો છે જેના કારણે કેટલાક દર્શકો ફિલ્મને અક્ષય કુમારની કમબેક ફિલ્મ પણ કહી રહ્યા છે. પરેશ રાવલે હવાઈ ઉદ્યોગપતિ, પરેશ ગોસ્વામીની ભૂમિકા નિભાવી છે, જે વીરની દરેક કોશિશને નાકામ કરવા માટે પૂરી કોશિશ કરે છે જેના કારણે ફિલ્મ દર્શકો માટે રોમાંચક બને છે. ફિલ્મની કાસ્ટિંગ યોગ્ય રીતે કરવામાં આવી છે, ભલે તે રાધિકા હોય, સીમા બિસ્વાસ, અનિલ ચરંજીત, સૌરભ ગોયલ, કૃષ્ણકુમાર બાલસુબ્રમણ્યમ, દરેકનો અભિનય નોંધપાત્ર અને પ્રભાવશાળી છે. ફિલ્મ નિશ્ચિત રીતે અક્ષય કુમારના ચાહકોને ખુશ કરશે અને નવા દર્શકોને પણ આકર્ષિત કરશે.

પ્રારંભિક દૃશ્યથી દર્શકોમાં કુતૂહલ જગાડતી આ ફિલ્મ દર્શકોને આશા અને સાહસની નવી દિશા બતાવે છે, જે દર્શકોને ભાવનાત્મક સફર પર લઈ જવાની સાથે સાથે પ્રેરણા પણ આપે છે. ફિલ્મના દ્રશ્યો પ્રભાવશાળી છે અને કેટલાક ભાવનાત્મક દ્રશ્યો દર્શકોને રડાવી પણ શકે છે. ફિલ્મના અંત પર પહોંચતા પહેલા દર્શકો  થિયેટરમાંથી થોડા પ્રેરિત, ભાવનાત્મક અને અચંબિત થઈને બહાર આવશે. જો તમે પ્રેરણા અને મનોરંજનની શોધમાં છો, તો 'સરફિરા' તમને ચોક્કસ ગમશે.


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન