સમાચાર સારાંશ: તમે કેટલીક સાવચેતી વાપરીને આવી ઉપાધીમાંથી છૂટકારો મેળવી શકો છો. આજે આપણે એના વિશે જાણીએ.
ગઠિયાઓ અને સ્કેમર્સો લોકોને ફસાવવા માટે હવે જુદી જુદી ટ્રીક્સ અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
તમારા મેઇલ કે મેસેજમાં આવા શબ્દો આવે તો થઇ જજો સાવધાન....!

ટેક્નોલોજીનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે અને નવા નવા આવિષ્કારો થતા જાય છે, એમ ચોરી, લૂંટફાટ, છેતરપિંડી વગેરે ગોરખધંધાઓ કરનારાઓ પણ હાઇટેક બનતા જાય છે. ગઠિયાઓ અને સ્કેમર્સો લોકોને ફસાવવા માટે હવે જુદી જુદી ટ્રીક્સ અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ લોકોને ઇમેઇલ મોકલીને, ઘરે બેસીને કમાવાની લાલચ આપીને, એડ્સ પર ક્લિક કરીને લાખો રૂપિયા કમાવવાની લાલચ આપે છે.
તેઓ એસએમએસ કે લિંક મોકલીને ફસાવવાની પણ કોશિશ કરે છે. અને જો એક વર તમે ફસાઇ ગયા તો ફછી એમની જાળમાંથી નીકળવાનું કે નુક્સાનથી બચાવવાનું ઘણું મુશ્કેલ છે, પણ તમે કેટલીક સાવચેતી વાપરીને આવી ઉપાધીમાંથી છૂટકારો મેળવી શકો છો. આજે આપણે એના વિશે જાણીએ.
તમે આ બે શબ્દ પર ધ્યાન આપોઃ-
અમેરિકાને સાયબર ફ્રોડ કરનારાઓથી બચાવવા માટે અમેરિકાની જાણીતી એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ કેટલીક એડવાઇઝરી જારી કરી છે. તેમણે જણાવ્યું છે કે જો આવા અમુક શબ્દ તમને મળેલા ઇમેઇલ કે મેસેજમાં હોય તો તમારે સમજી લેવાનું કે આ ફ્રોડ મેસેજ છે.
જો તમને મળેલા મેસેજમાં એવું લખેલું હોય કે 'એક્ટ ફાસ્ટ' તો સાવધાન થઇ જાવ. સ્કેમર્સ આ બે શબ્દ દ્વારા જ છેતરપિંડી કરે છે. તેઓ યુઝર્સને જણાવે છે કે જો તેઓ કોઇ લિંક પર ક્લિક નહીં કરે, કે કોઇ એટેચમેન્ચ નહીં ખોલે કે કોઇ માહિતી શેર નહીં કરે તો તેમને ઘણું નુક્સાન જઇ શકે છે. તેઓ લોકો પર દબાણ લાવવા માટે આવા શબ્દો વાપરે છે, કે જેથી તમે બહુ કંઇ વિચાર્યા વિના કોઇ પણ પગલું ભરો અને નુક્સાની વહોરી લો.
હવે તો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આવી ગયું છે. હવે સ્કેમર્સો લોકોને લલચાવીને બહુ સરળતાથી સ્કેમ કરી રહ્યા છે. એવામાં કેટલીક વધારાની સાવચેતી રાખી કેટલાક પગલા ભરી તમે છેતરપિંડીથી બચી શકો છો.
આટલું કરોઃ-
કોઇ પણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનને નહીં ઉપાડો અને બની શકે તો તેને તુરંત જ બ્લોક કરી દો.
સોશિયલ મીડિયા પર દર્શઆવવામાં આવતી લલચામણી ઓફરોની લાલચમાં નહીં આવો.
કોઇ પણ અજાણી વ્યક્તિ તરફથી આવતી લિંક, મેસેજ, ઇમેઇલ કે એટેચમેન્ટને ક્લિક નહીં કરો.
તમારી પર્સનલ અને સંવેદનશીલ માહિતી કોઇ સાથે શેર નહીં કરો.
જો કોઇ સ્કેમર તમારી સાથે સરકારી અધિકારી કે પોલીસ બનીને વાત કરે તો સંબંધિત વિભાગ સાથે એક વાર ખરાઇ કરો.
હોટેલના કે કોઇ પણ બુકિંગ કરાવીને તેની માટે પેમેન્ટ કરતા સમયે કોઇના પર્સનલ નામ પર પેમેન્ટ ના કરતા જે તે હોટેલ, રેસ્ટોરન્ટના નામ પર જ પેમેન્ટ કરવાનું રાખો.
Arthritis and scammers are now adopting different tricks and methods to trap people.
Be careful if such words appear in your mail or message....
As technology advances, so does the number of robberies, thefts, thefts, and other crimes. Arthritis and scammers are now adopting different tricks and methods to trap people. They lure people to earn lakhs of rupees by sending emails, luring them to earn sitting at home, clicking on ads. They also try to cheat by sending SMS or link. And if a groom has trapped you, then it is very difficult to get out of his trap or save him from harm, but you can get rid of such withdrawal by using some precautions. Today we know about it.
Pay attention to these two words:
The Federal Bureau of Investigation (FBI) has issued some advisories to protect America from cyber fraudsters. He has said that if there are any such words in the email or message you have received, then you should understand that this is a fraud message. "If the message you receive says" "Act fast," "be careful." Scammers cheat just by these two words. They tell users that if they do not click on any link, do not open any attachment or do not share any information, then they can suffer a lot. They use such words to put pressure on people, so that you take any step without thinking much and take the loss.
Now AI (Artificial Intelligence) has come. Now scammers are scamming people very easily by luring them. You can avoid fraud by taking some extra precautions.
Do this:
Do not pick up the phone coming from any unknown number and block it immediately if possible.
Don't fall prey to tempting offers on social media.
Do not click on any link, message, email or attachment from any unknown person.
Do not share your personal and sensitive information with anyone.
If a scammer talks to you as a government official or police, then check with the concerned department once.
When making a hotel or any booking and paying for it, do not pay in someone's personal name, keep paying in the name of that hotel, restaurant.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



