હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

લો બોલો ..તંત્રને કામે લગાડીને તણાયેલો કાર ચાલક માસીને ઘરે ફરમાવી રહ્યો હતો આરામ ! પુરમાં તણાઈ ગયેલ ઇકોકારના ડ્રાઇવરને શોધતુ રહ્યું અને ડ્રાઇવર આરામથી પોતાના માસીના ઘરે સૂતો રહ્યો .જૂનાગઢ માળીયા હાટીના તાલુકાની ઘટના સામે આવી

Posted 2 years ago with 207 views

Story by Paresh Vadhiya | 6 mins read

સમાચાર સારાંશ: કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

લો બોલો ..તંત્રને કામે લગાડીને તણાયેલો કાર ચાલક માસીને ઘરે ફરમાવી રહ્યો હતો આરામ ! પુરમાં તણાઈ ગયેલ ઇકોકારના ડ્રાઇવરને શોધતુ રહ્યું અને ડ્રાઇવર આરામથી પોતાના માસીના ઘરે સૂતો રહ્યો .જૂનાગઢ  માળીયા હાટીના તાલુકાની ઘટના સામે આવી
1/1

લો બોલો ..તંત્રને કામે લગાડીને તણાયેલો કાર ચાલક માસીને ઘરે ફરમાવી રહ્યો હતો આરામ ! પુરમાં તણાઈ ગયેલ ઇકોકારના ડ્રાઇવરને શોધતુ રહ્યું અને ડ્રાઇવર આરામથી પોતાના માસીના ઘરે સૂતો રહ્યો .જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાની ઘટના સામે આવી છે. 



જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા ના કાત્રાસા ગામે ગત રાત્રે નદીમાં ભારે પુરને કારણે ઇકો કાર તણાઈ હતી જ્યારે તેમાં ભરત ગુજરાતી નામનો 45 વર્ષીય ડ્રાઇવર લાપતા બન્યો હતો.ત્યારે માળીયા હાટીના પોલીસ અને મામલતદાર દ્વારા મોડી રાત સુધી ઇકોના ડ્રાઇવરની શોધ ખોળ કરવામાં આવી હતી પરંતુ વધુ વરસાદ અને અંધારાને કારણે તંત્ર તાલુકા મથક પર પરત રવાના થયું હતું.


જ્યારે આજે વહેલી સવારે ફરી વખત પોલીસ અને મામલતદાર સહિત તંત્રનો કાફલો કાત્રાસા ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડ્રાઇવરની શોધ ખોળ ચાલુ કરી હતી જ્યારે આ દરમિયાન ગામ લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા

આ શોધ ખોળ ચાલુ હતી તેવામાં 45 વર્ષીય ડ્રાઇવર ભરત ગુજરાતી દ્વારાત્યાં ગામના કોઈને વિડિઓ કોલ કરવામાં આવ્યો અને જાણકારી આપી કે હું મારા માસીના ઘરે વડાળા ગામે છું. હું સાંજે ઇકો તણાઈ તેમાં કાચ તોડી અને નીકળી ગયો હતો તેમજ કાત્રાસા થી અમરાપુર ગામે ચા પાણી પી અને વડાળા ગામે નીકળી ગયો હતો .

એક તરફ તંત્રને ઇકોકારના ડ્રાઇવરની ચિંતા હતી અને તેની શોધ ખોળ કરવામાં આવી રહી હતી જ્યારે ડ્રાઇવર બિન્દાસ તેમના માસીના ઘરે આરામ કરી રહ્યો હતો.


બીજી બાજુ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમા ફેરવાયું છે અને લોકોનાં ઘરમાં ગોઠણસમા પાણી ભરાયાના દ્રસ્યો સામે આવ્યા છે .


હાલ ભારે વરસાદ ને કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ રહ્યું છે જ્યારે વરસાદ અવિરત વરસી રહ્યો છે. આ ઉપરાંત કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદ ખાબક્યો જેને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે .


સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળા બે કાંઠે વહી રહ્યા 

છે ત્યારે કેશોદ તાલુકાના નૂનારડા થી મોટી ઘસારી ગામ ને જોડતા રોડ પર નૂનારડા ગામે પ્રોટેક્શન દીવાલ ધરાસાઈ થઈ હતી 


માંગરોળ -કેશોદ, માણાવદર, વંથલી તાલુકાના અનેક રસ્તાઓ બંધ થયાના સમાચાર મળી રહ્યા 

છે.કેશોદ - માંગરોળ,રૂદલપુર, સુલતાનપુર સોમનાથ પોરબંદર નેશનલ હાઇવે પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

કેશોદ - પાણખાણ, શીલોદર રોડ પાણખાણ,કેશોદ, માંગરોળ રોડ 

તથા કેશોદ - મંગલપુર, જોનપુર, બામણાસા રોડ ટીકર, મંગલપુર રોડ અને 

માણાવદર ,- અગતરાય, કોયલાણા, કોઠડી રોડ.કોયલાણા ઇલારીની ઘાર માણાવદર તથા વંથલી - નરેડી બોડકા પીપલાણા સારંગપીપળી રોડ બંધ છે માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા માંગરોળને નોળી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ બની છે .સામે કાંઠાના ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયાના સમાચાર છે 

સેખપુર લંબોરા વિરપુર સકરાણા સહિતના ગામો થયા તાલુકા મથકથી થયાં સંપર્ક વિહોણા .નોળી નદિમા પુરની સ્થિતિ સર્જાઈ છે જેથી સામાકાંઠાના ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનીક સંપર્ક કરાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (19મી જુલાઈ) પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.20મી જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ અને નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 21 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભાર વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં પડી શકે છે.

રિપોર્ટ પરેશ વાઢિયા જૂનાગઢ 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.