સમાચાર સારાંશ: વેરાવળના હરસુખભાઈ વધાવી અને ચોરવાડ બંદર ખારવા સમાજના પટેલ બાબુભાઇના સહયોગથી ચોરવાડ બંદર ખારવા સમાજ દ્વારા સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન
લીલી નાઘેર ચોરવાડ બંદર ખાતે ખારવા સમાજ દ્વારા સ્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં રાજકોટ ના પ્રખ્યાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી
જૂનાગઢ જિલ્લાના પ્રખ્યાત શહેર ચોરવાડ કે જે લીલી નાઘેર તરીકે પ્રસિધ્ધ છે વળી આ શહેર દરિયા કિનારે વસેલું છે ત્યારે દરિયાઈ ખેતી કરતા ખારવા સમાજ ની અહીંયા બહોળી વસ્તી પણ છે ત્યારે ચોરવાડ શહેરના બંદર વિસ્તાર પર વેરાવળના હરસુખભાઈ વધાવી અને ચોરવાડ બંદર ખારવા સમાજના પટેલ બાબુભાઇના સહયોગથી ચોરવાડ બંદર ખારવા સમાજ દ્વારા સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

બાઈટ :- ડો પુનિત ત્રિવેદી-- સ્પાઇન સર્જન (રાજ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ --રાજકોટ)
બાઈટ :- 2 બાબુભાઇ -- પટેલ
ચોરવાડ બંદર ખારવા સમાજ પટેલ)
જેમાં રાજકોટ શહેર ના પ્રખ્યાત ન્યૂરો સર્જન ડોકટર પુનિત ત્રિવેદી જેઓ સ્પાઇનના તજજ્ઞ છે તેમજ ડોકટર શ્વેતા ત્રિવેદી કે જેઓ સ્ત્રી રોગના નિષ્ણાત છે તેમના દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જ્યારે આ કેમ્પમાં ડોકટર સાથે તેમની ટિમ પણ ઉપસ્થિત રહી હતી.
આ કેમ્પનું આયોજન ચોરવાડ બંદર પર ખારવા સમાજના રત્નાકર હોલમાં કરવામાં આવતા ખારવા સમાજ ના લોકો સાથે ચોરવાડ શહેરના લોકોએ પણ બહોળા પ્રમાણ માં લાભ લીધો હતો ત્યારે આ કેમ્પમાં આંચકી ,મગજની ગાંઠ,લકવા, મગજ ને લગતી તકલીફ સહિત કરોડરજ્જુ ,તેમજ માથાના દુખાવા જેવી બીમારીની સાથે સ્ત્રીઓને લગતી બીમારીઓ ની તપાસ કરવામાં આવી હતી
ત્યારે ચોરવાડ ખાતે યોજાયેલ કેમ્પને સફળ બનાવવા બદલ રાજકોટ રાજ સુપર સ્પેસિલિસ્ટ હોસ્પિટલ ના ડોકટર દ્વારા ખારવા સમાજ ના પટેલ બાબુભાઇ તથા વેરાવળ ના હરસુખભાઈ વધાવી નો આભાર માન્યો હતો અને ભવિષ્ય માં અન્ય કોઈ મદદ કરવા માટે ની ખાત્રી આપી હતી
જ્યારે ચોરવાડ બંદર પર યોજવામાં આવેલ કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવા આપવા બદલ ચોરવાડ બંદર ખારવા સમાજ ના પટેલ દ્વારા તબીબો અને તેમની ટિમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)--જૂનાગઢ
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



