હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, રાજનૈતિક

કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે કહ્યું હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરું છું પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લોકશાહીમાં સંતુલન જાળવી રાખવું ખૂબ આવશ્યક છે.'

કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે કહ્યું હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરું છું પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની
1/1

કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે કહ્યું હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરું છું પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની

કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અને કેરળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારની પ્રશંસા પર થઈ રહેલી ટીકાનો જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યુ કે, તેઓ હંમેશા સરકારના સારા કામના વખાણ કરે છે, પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની. 

કોંગ્રેસના સિનિયેર નેતા અને લોકસભાના સાંસદ શશિ થરૂરે કહ્યું હું હંમેશા સરકારના સારા કામના વખાણ કરું છું પછી ભલે તે તેમની પાર્ટીની સરકાર હોય કે અન્ય કોઈ પાર્ટીની

આ સાથે એટલું જ મહત્ત્વનું છે કે ખોટા નિર્ણયોની ટીકા કરવી.થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી રાજનીતિમાં છું. જ્યારે કોઈ સરકાર સારુ કામ કરે છે, ત્યારે તેના વખાણ કરવા જોઈએ અને જો કોઈ ખોટું કરે છે તો તેની ટીકા પણ કરવી જરૂરી છે. જો હું હંમેશા વખાણ કરીશ તો લોકો તેને ગંભીરતાથી લેશે નહીં. જ્યારે હું ફક્ત ટીકા કરીશે તો મારી વિશ્વસનીયતા પર ખત્મ થઈ જશે. લોકશાહીમાં સંતુલન જાળવી રાખવું ખૂબ આવશ્યક છે.'

શશિ થરૂરે વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, 'આ મુલાકાતમાં ભારતીયોના પક્ષમાં અનેક પોઝિટિવ નિર્ણય લેવાયા, પરંતુ હજુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ વણઉકેલાયેલા છે. ગેરકાયદેસર પ્રવાસીઓને ભારત પરત મોકલવા મુદ્દે ચર્ચા કેમ ન થઈ? શું વડાપ્રધાન મોદીએ આ મામલે બંધ બારણે વાત કરી? ભારત અને અમરિકા વચ્ચે આગામી 9 મહિનામાં બિઝનેસ અને ટેરિફને લઈને નિર્ણય લેવાયો છે તે એક મહત્ત્વની વાત છે.'

શશિ થરૂરે કહ્યું કે, 'મને ખુશી છે કે ભારતને સારા પરિણામ મળ્યા અને તેઓ ભારતીય નાગરિક હોવાને લઈને આ ઉપલબ્ધિના વખાણ કરે છે. હંમેશા પાર્ટીના હિતોને ધ્યાનમાં રાખીને વિચારવું ન જોઈએ, આમ જ્યારે કાઈ સારુ થાય છે તો તેના વખાણ કરવા જરૂરી છે.' શશિ થરૂરે કેરળમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે LDF સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે આ ક્ષેત્રમાં સરકારની નીતિઓની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. જો કે, કેરળ કોંગ્રેસના નેતાઓને આ ગમ્યું નહીં.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન