હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું સ્ફૂર્તિ -7 આર્ટ એક્ઝિબિશન, મંત્રમુગ્ધથઇ રહ્યા છે કળા ચાહકો ચિત્રકારોએ ઊભુ કર્યું છે આકર્ષણ

Posted 1 year ago with 102 views

Story by Vinay Pandya | 3 mins read

સમાચાર સારાંશ: આ ચિત્ર પ્રદર્શનનું આયોજન ચિત્રકાર વિનય પંડ્યાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે. જાણીતા ચિત્રકાર વી. રામાનુજ અને ચિત્રકાર તૃપ્તિ દવેની ખાસ ઉપસ્થિતિ હતી

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું સ્ફૂર્તિ -7 આર્ટ એક્ઝિબિશન, મંત્રમુગ્ધથઇ રહ્યા છે કળા ચાહકો  ચિત્રકારોએ ઊભુ કર્યું છે આકર્ષણ
1/1

અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે. અમદાવાદની ગુફા ખાતે ગુજરાત અને તેની બહારના રાજ્યોના આર્ટિસ્ટોએ ભેગા મળી તેમની કલા રજૂ કરી છે. જેમાંથી દરેક કલાકારે પોતાની કળામાં લાગણીઓ રજૂ કરી છે. અહી પ્રદર્શિત થયેલા ચિત્રોમાં ચિત્રકારે પ્રકૃતિના તત્વો રજૂ કર્યા છે. આ સિવાય અન્ય આર્ટિસ્ટોએ પણ જુદા જુદા વિષય આધારિત તેમની કલા રજૂ કરી લોકોમાં એક અલગ જ આકર્ષણ ઊભુ કર્યું છે. ચિત્રો દ્વારા કલ્પનાની એક એવી દુનિયાનું નિર્માણ કર્યું છે, જ્યાં વાતચીતની એકમાત્ર ભાષા કલા છે. જ્યાં કલાને ભૌતિક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવતી નથી. પરંતુ તે વ્યક્તિના આત્માનું અભિન્ન અંગ દર્શાવે છે. 

સ્ફૂતી 7માં ભાગ લીધેલ ચિત્રકારોએ પોતાની ચિત્રકલામાં નારીની સંવેદનાઓ , અધ્યાત્મિક રહસ્ય અને ધબકતું જન જીવન સહિતના વિષયો સાથે ઐતિહાસિક વારસો કેનવાસ પર દર્શાવ્યો છે. અહી રજુ થયેલી ફોટોગ્રાફીમાં અલગ અલગ જગ્યાએ મનુષ્યની હાડમારી જોવા મળી તો ક્યાંક પ્રકૃતિના સમીપે પહોંચીને કુદરતના રંગો જોવા મળ્યા હતા . 

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાયું સ્ફૂર્તિ -7 આર્ટ એક્ઝિબિશન, મંત્રમુગ્ધથઇ રહ્યા છે કળા ચાહકો  ચિત્રકારોએ ઊભુ કર્યું છે આકર્ષણ

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં દરેક ફ્રેમમાં એક જીવંત વાર્તા રહેલી છે. લેન્ડસ્કેપ્સના માધ્યમ દ્વારા બહારની પ્રકૃતિને અંદરથી પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે. સાથોસાથ પ્રાકૃતિક દુનિયા અને તેની મંત્રમુગ્ધ કરી દેતી સુંદરતાનો આભાર માનવાની તેમની રીત પણ અનોખી છે આ ચિત્ર પ્રદર્શનનું આયોજન ચિત્રકાર વિનય પંડ્યાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે. જાણીતા ચિત્રકાર વી. રામાનુજ અને ચિત્રકાર તૃપ્તિ દવેની ખાસ ઉપસ્થિતિ હતી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન