હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ફિલ્મ રિવ્યૂ: મહિલા સશક્તિકરણની જૂની વાર્તાને નવી રીતે રજૂ કરતી 'શર્માજી કી બેટી', જે એમેઝોન પ્રાઇમ OTT પર રીલીઝ થઈ છે

Posted 2 years ago with 23 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: મહિલા સશક્તિકરણની જૂની વાર્તાને નવી રીતે રજૂ કરતી 'શર્માજી કી બેટી' સરળ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે.

ફિલ્મ રિવ્યૂ: મહિલા સશક્તિકરણની જૂની વાર્તાને નવી રીતે રજૂ કરતી 'શર્માજી કી બેટી', જે એમેઝોન પ્રાઇમ OTT પર રીલીઝ થઈ છે
1/1

એમેઝોન પ્રાઇમ OTT પર રીલીઝ થયેલી અને તાહિરા કશ્યપ ખુરાનાની નિર્દેશનમાં બનેલી 'શર્માજી કી બેટી' એક એવી ફિલ્મ છે જે મહિલાઓના જીવનની વિવિધ પડકારો અને તેમની સંઘર્ષની વાર્તાઓને સમર્પિત છે અને મહિલા સશક્તિકરણની જૂની વાર્તાને નવી અને નવી-તાજગીભરી રીતે રજૂ કરે છે.

ફિલ્મની વાર્તા ત્રણ મહિલાઓ જ્યોતિ શર્મા (સાક્ષી તંવર), કિરણ શર્મા (દિવ્યા દત્તા), અને તન્વી શર્મા (સૈયામી ખેર) તથા બે યુવતીઓ સ્વાતિ શર્મા (વંશિકા ટપારિયા) અને ગુરવીન શર્મા (અરિસ્તા મહેતા)ની આસપાસ ફરે છે જેઓ એક કોમન ઉપનામ 'શર્મા' દ્વારા જોડાયેલા છે. વાર્તા તેઓના જીવનની જટિલતાઓ અને સંઘર્ષોની અને તેઓ તેનો કેવી રીતે સામનો કરે છે અને સ્વતંત્રતા, મુક્તિ અને આદર મેળવે છે તેની છે.

નિર્દેશક તાહિરા કશ્યપ ખુરાનાએ ફિલ્મની વાર્તાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે, જેમાં મહિલાઓના જીવનની વાસ્તવિકતા અને તેમના અનુભવોને સચોટ રીતે દર્શાવામાં આવ્યા છે. ફિલ્મમાં હાસ્ય ઉત્પન કરતી સ્થિતિઓને જબરદસ્તી કે અતિશયોક્તિ વગર સરળ રીતે વાર્તાના ભાગ રૂપે રજૂ કરવામાં આવી છે, જે ફિલ્મને વિશેષ બનાવે છે અને સુંદર બનાવે છે.

ઉપરાંત, કલાકારોની અભિનય ક્ષમતા પણ ફિલ્મને ખુબજ પ્રભાવશાળી બનાવે છે. સાક્ષી તંવર અને દિવ્યા દત્તા જેવી જાણીતી અભિનેત્રીઓએ તેમના પાત્રોને ખૂબ જ સંવેદનશીલતા અને મજબૂતી સાથે નિભાવ્યા છે. સૈયામી ખેર અને શારીબ હાશ્મીએ પણ ફિલ્મમાં ખુબજ પ્રભાવશાળી અભીનય કર્યો છે, તેમજ વંશિકા ટપારિયા અને અરિસ્તા મહેતાએ પણ તેમના પાત્રોમાં સારું કામ કર્યું છે. 

મહિલાઓના જીવનની વિવિધ પડકારો અને તેમની સંઘર્ષની વાર્તાઓને સમર્પિત આ સરળ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે . 


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.