હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા-TV અને OTT

મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ મહાકુંભમાં પોતાની ભૂરી ભૂરી અને મોટી મોટી આઁખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચીને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઇ હતી.

Posted 1 year ago with 127 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: નિર્દેશક સનોજ મિશ્રા એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ધ ડાયરી ઓફ મણિપુર. મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ

મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ મહાકુંભમાં પોતાની ભૂરી ભૂરી અને મોટી મોટી આઁખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચીને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઇ હતી.
1/2
મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ મહાકુંભમાં પોતાની ભૂરી ભૂરી અને મોટી મોટી આઁખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચીને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઇ હતી.
2/2

મહાકુંભની મોનાલિસાની તકદીર આડેથી પાંદડું હટ્યું, મળી બોલિવૂડ ફિલ્મ 

પ્રયાગરાજનો મહાકુંભ પહેલા દિવસથી લોકચર્ચાનો વિષય બન્યો છે. અહીં આવનારા સંતો, મહાત્મા, ઋષિુનિઓ સહિત ઘણા લોકો સોશિયલ મીડિયા પર ચમકી ગયા છે. મહાકુંભમાં પોતાની ભૂરી ભૂરી અને મોટી મોટી આઁખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચીને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઇ હતી. મોનાલિસાની સુંદરતાના લોકો દિવાના થઇ ગયા હતા અને તેની એક ફોટો માટે લાઇનો લગાવવા માંડ્યા હતા. 

મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ મહાકુંભમાં પોતાની ભૂરી ભૂરી અને મોટી મોટી આઁખોથી ચર્ચામાં આવેલી અને માળા વેચીને જીવન નિર્વાહ કરતી મોનાલિસા પણ ઘણી જ વાયરલ થઇ હતી.

આ મોનાલિસા વિશે એક મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. હવે એમ લાગે છે કે મોનાલિસાની તકદીર આડેથી પાંદડું હટી ગયું છે, એની પાસે લક્ષ્મી સામે ચાલીને આવી છે. ખુદ ફિલ્મ નિર્દેશક સમોજ મિશ્રા મોનાલિસાના ઘરે પહોંચ્યા હતા અને તેને ફિલ્મની ઓફર કરી હતી, તેથી હવે ટૂંક સમયમાં મોનાલિસા બોલિવૂડમાં પગ મૂકશે. મોનાલિસા હવે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો લીડ રોલ કરતી જોવા મળશે. નિર્દેશક સનોજ મિશ્રા એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે ધ ડાયરી ઓફ મણિપુર. મોહક વ્યક્તિત્વ ધરાવતી મોનાલિસાને આ ફિલ્મ ઓફર થઇ છે. 

ફિલ્મની વિગતઃ-

મણિપુરની પુષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં મોનાલિસા લીડ રોલમાં હશે. તેની વાર્તા ભાવનાત્મક અને પ્રેરણાત્મક હશે. આ ફિલ્મનું શૂટિંગ લંડન, દિલ્હી અને મણિપુરમાં થશે. લંડનમાં આઠમી ફેબ્રુઆરીથી ફિલ્મના શૂટિંગની શરૂઆત થશે. આ એક ઓછા બજેટની ફિલ્મ હશે. ફિલ્મનું બજેટ આશરે 20 કરોડ રૂપિયા જ છે. લંડન બાદ દિલ્હી અને મણિપુરમાં આ ફિલ્મ શૂટ કરવામાં આવશે. 

મોનાલિસાનો રોલ

આ ફિલ્મમાં મોનાલિસા ઉત્તર ભારતીય આર્મી ઑફિસરની દીકરીના રોલમાં જોવા મળશે, જે ઇમ્ફાલમાં રહે છે અને ભારતીય આર્મીમાં જોડાવાના સપના જુએ છે. ફિલ્મમાં મોનાલિસા તેના પિતા માટે દુનિયા સામે લડતી જોવા મળશે. ફિલ્મમાં તેનો સંઘર્ષ વર્ણવવામાં આવશે. મોનાલિસા માટે આ એક નવી શરૂઆત હશે. તેનું ભાગ્ય ચમકી ગયું છે. હવે તે બોલિવૂડમાં પગરણ માંડી પોતાના અભિનયથી તમારા દિલ મોહી લેશે. જોકે, આ ફિલ્મ માટે મોનાલિસાને કેટલી ફી ઓફર કરવામાં આવી છે એ જાણવા મળ્યું નથી, પણ ફિલ્મમા ંરોલ મળવાને કારણે તે તેમ જ તેના પરિવારજનો ઘણા જ ખુશ છે. 

ફિલ્મના અન્ય કલાકારો

આ ફિલ્મમાં મોનાલિસા ઉપરાંત અભિનેતા રાજકુમાર રાવના મોટા ભાઇ અમિત રાવ લીડ રોલમાં જોવા મળશે તે ઉપરાંત મહેન્દ્ર લોધી પણ મુખ્ય ભૂમિકામાં જોવા ણળશે. ફિલ્મમાં મણિપુરના સ્થાનિક કલાકારો પણ જોવા મળશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે

આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી જ શરૂ થઇ જશે. આ ફિલ્મ ઑક્ટોબરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. સમોજ મિશ્રાએ જણાવ્યું હતું કે ફિલ્મની વાર્તા જરા હટ કે છે અને કલાકારો પણ તેમણે જરા હટ કે લીધા છે. મોનાલિસા માટે તો બોલિવૂડમાં ઓળખ બનાવવાની આ સુવર્ણ તક છે. હવે તે તેની આ નવી કારકિર્દીમાં કેટલી સફળ અને લોકપ્રિય થાય છે તે જોવાનું રહેશે.

At the #MahaKumbh2025 in #Prayagraj, #MonalisaBhonsle , a garland seller from #Indore, has unexpectedly become the focal point of attention among the spiritual crowd.

Known for her striking features - dusky complexion, amber eyes, distinctive nose, #Monalisa 's well-defined facial structure - has drawn comparisons to the iconic Mona Lisa.

Monalisa Bhonsle became an internet sensation due to her viral videos of her smile and blue eyes while selling garlands at the Maha Kumbh Mela.

While her newfound fame has gained her significant Social Media followers.

The surge in popularity attracted large crowds, but disrupted her business, as visitors and social media influencers gather around her for Selfies and Videos, rather than purchasing the garlands she’s selling. It has resulted in a decline in her sales, as fewer customers focus on buying her malas.

After harassment by the crowd, her father sent Monalisa home.

#MahaKumbhMela2025 #PrayagrajMahakumbh2025

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.