હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો

Posted 1 year ago with 65 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: NDDBના રિપોર્ટ મુજબ તિરુપતિ મંદિરની પ્રસાદી માટે બનાવાતા લાડવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો
1/2
લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો
2/2

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો

Andhra Pradesh Tirupati Temple Prashad Controversy : લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. 

લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો

આ મામલે હોબાળો મચ્યા બાદ નેશનલ ડેયરી ડૅવલપમેન્ટ બોર્ડે (NDDB) તપાસ કર્યા બાદ પ્રસાદીના લાડવામાં ચરબી હોવાની પુષ્ટી કરી છે.NDDBના રિપોર્ટ મુજબ તિરુપતિ મંદિરની પ્રસાદી માટે બનાવાતા લાડવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ચોંકાવનારી વાત એ છે કે, આ પ્રસાદનું વિતરણ માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં, ભગવાનને પણ પ્રસાદ તરીકે આ જ લાડવા ચઢાવાયા હતા. NDDBએ મંદિરના લાડવા અને અનાજના કેટલાક સેમ્પલોની તપાસ કર્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો થયો છે. 

મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ વાયએસ જગન મોહન રેડ્ડી પર આક્ષેપ કર્યો છે કે, અગાઉની YSRCP સરકારે તિરુમલામાં લાડવાનો પ્રસાદ તૈયાર કરવા માટે ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો છે. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતાં કરોડો શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. 

તિરુમાલાના લાડવા પણ નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવાયા હતા

એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતાં નાયડુએ કહ્યું, 'તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું.'

YSRCPએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે, 'ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ મર્યાદા પાર કરી શકે છે.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.