સમાચાર સારાંશ: શ્રાદ્ધ પક્ષ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ સમયગાળો છે, જે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની આત્માને શાંતિ આપવા માટે સમર્પિત છે. આ કથાઓ અને માન્યતાઓ દર્શાવે છે કે શ્રાદ્ધ વિધિ અને તર્પણનું કેટલું મહત્વ છે અને તે પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરે છે.
શ્રાદ્ધ પક્ષ ૨૦૨૪: પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવાનો પવિત્ર સમયગાળો, તારીખ ૧૭મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર
શ્રાદ્ધ પક્ષ, જેને પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મમાં પિતૃઓ ને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક પવિત્ર સમયગાળો છે. ૨૦૨૪માં, પિતૃ પક્ષ ૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨જી ઓક્ટોબર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, હિન્દુ પરિવારો તેમના પિતૃઓ ને યાદ કરીને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરશે.
ઘણા બધા લોકો તો શ્રાદ્ધ પક્ષને ફક્ત કાગડા સાથે જોડે છે કારણ કે શ્રાદ્ધ દરમિયાન કાગડાને ભોજન આપવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં કાગડાને યમરાજના સંદેશવાહક માનવામાં આવે છે અને કહેવાય છે કે કાગડાને ભોજન આપવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ શ્રાદ્ધ પક્ષ સાથે ફકત કાગડાની જ નહીં પણ બીજી કથાઓ પણ જોડાયેલી છે.
મહાભારતના મહાન યોદ્ધા કર્ણની શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી કથા પણ ખૂબ જ પ્રચલિત છે. કર્ણે પોતાના જીવન દરમિયાન ઘણું દાન કર્યું, પરંતુ તે ક્યારેય પોતાના પિતૃઓને શ્રાદ્ધ વિધિ દ્વારા તૃપ્ત ન કરી શક્યો. જ્યારે તે મૃત્યુ પામ્યો, ત્યારે તેને સ્વર્ગમાં ભોજન તરીકે સોનાના સિક્કા મળ્યા. ત્યારે કર્ણ યમરાજને પુછ્યું કે તેને કેમ ભોજનમાં સોનું મળ્યું? ત્યારે યમરાજે કહ્યું કે તેણે તેના જીવનમાં ક્યારેય પોતાના પિતૃઓ ને ભોજન અર્પણ ન કર્યું તેથી.. ત્યારે કર્ણે યમરાજને ૧૫ દિવસ માટે પૃથ્વી પર પાછા મોકલવા વિનંતી કરી, જેથી તે પોતાના પિતૃઓને શ્રાદ્ધ વિધિ દ્વારા તૃપ્ત કરી શકે. અને આ ૧૫ દિવસને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ કથા શ્રાદ્ધ પક્ષ દરમિયાન દાનનું વિશેષ મહત્વ સમજાવે છે અને કહે છે કે દાન દ્વારા પિતૃઓને શાંતિ મળે છે અને દાતા પુણ્યનો ભાગીદાર બને છે.
કર્ણની જેમ ભગીરથની કથા પણ શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી છે તેમ તેઓના ગંગાને પૃથ્વી પર લાવવાનો સંકલ્પની વાત છે, જેથી તેના પિતૃઓને મુક્તિ મળી શકે. જેના માટે તેઓ કઠોર તપ કરે છે અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગા પૃથ્વી પર આવી અને ભગીરથના પિતૃઓને મુક્તિ આપે છે. આ કથા દર્શાવે છે કે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રાદ્ધ વિધિ, તર્પણ અને શ્રદ્ધાનું કેટલું મહત્વ છે.
શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઉપવાસનું વિશેષ મહત્વ છે, ઉપવાસ દ્વારા પિતૃઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ઉપવાસ દરમિયાન ફળાહાર, દૂધ અને સાત્વિક ભોજન લેવાય છે તો શ્રાદ્ધ પક્ષના કેટલાક દિવસો દરમિયાન ખીર અને દૂધપાક બનાવવામાં આવે છે અને આ બંને વસ્તુઓનું વૈજ્ઞાનિક મહત્વ છે. ભાદરવા મહિનામાં વરસાદના કારણે અને વાતાવરણ કારણે શારીરિક પરિશ્રમ ઓછો થઈ જાય છે ત્યારે ફળાહાર અને સાત્વિક આહાર શરીર અને મન શુદ્ધ થાય છે જ્યારે ખીર અને દૂધપાક શરીરમાં પિતનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે જેથી એસીડીટી જેવા પ્રશ્નો થતા નથી.
શ્રાદ્ધના પણ વિવિધ પ્રકાર હોય છે અને દરેકનું શ્રાદ્ધનું અને તિથીઓનું પોતાનું મહત્વ હોય છે.
નિત્ય શ્રાદ્ધ: આ શ્રાદ્ધ વિધિ દરરોજ કરવામાં આવે છે. આમાં પિતૃઓને ભોજન અર્પણ કરવામાં આવે છે. પાર્વણ શ્રાદ્ધ: આ શ્રાદ્ધ વિધિ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે વિશેષ ભોજન અને દાન કરવામાં આવે છે. ત્રિપિંડ શ્રાદ્ધ: આ શ્રાદ્ધ વિધિમાં ત્રણ પિંડ અર્પણ કરવામાં આવે છે. આ પિંડ પિતૃઓ, દાદા-દાદી અને પરદાદા-પરદાદીને અર્પણ કરવામાં આવે છે. ગૌ શ્રાદ્ધ: આ શ્રાદ્ધ વિધિમાં ગાયને ભોજન અર્પણ કરવામાં આવે છે અને ગાયનું પૂજન કરવામાં આવે છે.
શ્રાદ્ધ પક્ષ ૨૦૨૪ની મહત્વપૂર્ણ તિથિઓ: પ્રૌષ્ઠપ્રાધિ શ્રાદ્ધ: ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૪ માતૃ નવમી: ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ઇન્દિરા એકાદશી: ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ચતુર્દશી શ્રાદ્ધ: ૧લી ઓક્ટોબર ૨૦૨૪ સર્વ પિતૃ અમાસ: ૨જી ઓક્ટોબર ૨૦૨૪
બાળ-ભોળાનું શ્રાદ્ધ ૧૨માં દિવસે નાખવામાં આવે છે, આ દિવસે નાના બાળકો ને જમડવાનું પણ ખુબજ મહત્વ છે. આ શ્રાદ્ધ બાળપણમાં દેવ થઈ ગયેલ બાળકો પાછળ કરવામાં આવે છે.
શ્રાદ્ધ વિધિઓ દરમિયાન મંત્રોચ્ચારનું પણ વિશેષ મહત્વ છે. મંત્રો દ્વારા પિતૃઓને આહવાન કરવામાં આવે છે અને તેમની આત્માને શાંતિ મળે છે. જેમાં ગાયત્રી મંત્ર: (ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।) અને પિતૃ સુક્ત: (ॐ यान्तु नः पितरो अग्निदग्धा यान्तु ધૂમદગ્ધા યાન્તુ નઃ પિતરો હવ્યવાહા।) મુખહય છે.
કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ને યાદ કરવાથી તેઓની પાછળ વિધિ વગેરે કરવાથી, તેઓ પાછળ વાસ નાખવાથી પૂર્વજોની આત્માને શાંતિ: શ્રાદ્ધ વિધિ દ્વારા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ: શ્રાદ્ધ વિધિ કરવાથી કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને પાપોનો નાશ: શ્રાદ્ધ વિધિ દ્વારા જીવનના પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
દરેક સમાજ પ્રમાણે પિતૃઓના અલગ-અલગ વ્યંજન 'વાસ' તરીકે નાખવામાં આવે છે, કેટલાક ભાખરી-દૂધ વાસમાં મૂકે છે તો કેટલાક ખીર, દૂધપાક, ચૂરમું કે લાડુ. એ જ પ્રમાણે શ્રદ્ધાના દિવસો દરમ્યાન પિતૃઓને ભાવતી મીઠાઇ અને વ્યંજન પણ પરિવારના સૌ સભ્યો સાથે બેસીને જેમે છે આમ શ્રાદ્ધ પક્ષમાં કુટુંબને હળવા-મળવાનો, સુખ-દુખ વહેચવાનો મોકો પણ ઊભો થઈ જાય છે અને પરિવાર જોડાયેલો રહે છે.
શ્રાદ્ધ પક્ષ હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ સમયગાળો છે, જે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની આત્માને શાંતિ આપવા માટે સમર્પિત છે. આ કથાઓ અને માન્યતાઓ દર્શાવે છે કે શ્રાદ્ધ વિધિ અને તર્પણનું કેટલું મહત્વ છે અને તે પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરે છે.
જાણું છું આ વિષય અઘરો છે અને તેના વિશે વધારે લખવા માટે વિશેનો ગહન અભ્યાસ પણ જરૂરી છે, તેથી અહિયાં મે જે માહિતી આપી છે તે ફકત સંકલન ગણી શકાય જે વડીલો સાથેની વાતો અને ધાર્મિક રિવાજોના ભાગ રહ્યા પછી જાણવા મળ્યું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



