હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેકટરના હસ્તે પ્રારંભ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા

Posted 2 years ago with 67 views

Story by શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ | 4 mins read

સમાચાર સારાંશ: નિશુલ્ક ઓપરેશન માટે જનાર દર્દી અને સાથેના એક વ્યક્તિનો પરિવહન ખર્ચ પણ ચુકવશે સોમનાથ ટ્રસ્ટ

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેકટરના હસ્તે પ્રારંભ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા
1/2
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેકટરના હસ્તે પ્રારંભ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા
2/2

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિશુલ્ક મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેકટરના હસ્તે પ્રારંભ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ પધાર્યા

એમ.એન્ડ જે.ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદના નિષ્ણાત તબીબો નિશુલ્ક નિદાન અને ઓપરેશન કરશે

નિશુલ્ક ઓપરેશન માટે જનાર દર્દી અને સાથેના એક વ્યક્તિનો પરિવહન ખર્ચ પણ ચુકવશે સોમનાથ ટ્રસ્ટ

પોતાની જન સેવાના કાર્યોથી શ્રદ્ધાળુઓ માટે અખંડ આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને નવી દ્રષ્ટિએ આપવાના અભિગમ સાથે નેત્ર નિદાનના ક્ષેત્રમાં તજજ્ઞ તબીબો લાવીને સોમનાથ ખાતે નેત્ર નિદાન નો મહા કેમ્પ પ્રારંભ કરાયો છે. આજરોજ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજા સાહેબની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 

આ તકે કેમ્પમાં સારવાર કરવા આવેલ અમદાવાદના એસ એન્ડ જે અપ્થાલ્મોનોલોજી ઇન્સ્ટિટયૂટના તબીબોનું જિલ્લા કલેકટર ડી.ડી જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય સહિતના મહાનુભાવો દ્વારા સોમનાથ મહાદેવનું પ્રસાદ તેમજ સન્માન વસ્ત્ર ઓઢાડી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત દર્દીઓને આંખના તમામ રોગોથી ઉગારવા સોમનાથ ટ્રસ્ટ મેગા નેત્ર નિદાન કેમ્પ અને સારવારની સર્વાંગી વ્યવસ્થા લઈને આજરોજ તા. 29 અને 30 જુનના રોજ જન સેવાના મહાયજ્ઞ સમાન મેગા નેત્ર નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓ શાંતિબદ્ધ રીતે વિશેષ લોન્જ માં બેસીને પોતાના ક્રમ અનુસાર સારવાર કરાવી રહ્યા છે. અને સોમનાથ ટ્રસ્ટના આ ઉમદા કાર્યને સહર્ષ વધાવી રહ્યા છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને અમદાવાદ અસારવા ખાતેની પ્રસિદ્ધ સ્થિત એમ.એન્ડ જે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી દ્વારા આયોજિત આ કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિશુલ્ક કરાવી શકશે.કેમ્પમાં આંખોના મોતિયા, ઝામર, આંખના ટ્યુમર, ત્રાસી આંખ, કીકી ને લગતા રોગો, આંખના પડદાને લગતા રોગો સહિતના તમામ રોગોની નિષ્ણાંત ડોકટરો દ્વારા અદ્યતન સાધનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ ઓપરેશન પણ તદ્દન નિશુલ્ક કરી આપવામાં આવનાર છે. ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી જવા-આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ બે વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.

રિપોર્ટર શૈલેષભાઈ વાળા પ્રાંચી ગીર સોમનાથ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.