હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

પરફોર્મન્સ સમજીને લોકો તાળીઓ પાડતા રહ્યા ,થયું હાર્ટ એટેકથી મોંત સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત. નિવૃત્ત આર્મીમેન ઢળી પડ્યો

Posted 2 years ago with 94 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. દેશમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાઓએ ચિંતા વધારી છે

પરફોર્મન્સ સમજીને લોકો તાળીઓ પાડતા  રહ્યા ,થયું હાર્ટ એટેકથી મોંત  સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત.   નિવૃત્ત આર્મીમેન ઢળી પડ્યો
1/3
પરફોર્મન્સ સમજીને લોકો તાળીઓ પાડતા  રહ્યા ,થયું હાર્ટ એટેકથી મોંત  સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત.   નિવૃત્ત આર્મીમેન ઢળી પડ્યો
2/3
પરફોર્મન્સ સમજીને લોકો તાળીઓ પાડતા  રહ્યા ,થયું હાર્ટ એટેકથી મોંત  સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત.   નિવૃત્ત આર્મીમેન ઢળી પડ્યો
3/3

પરફોર્મન્સ સમજીને લોકો તાળીઓ પાડતા 
રહ્યા ,થયું હાર્ટ એટેકથી મોંત  સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત  નિવૃત્ત આર્મીમેન પરફોર્મન્સ કરતા કરતા ઢળી પડ્યો 

સાયલન્ટ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. દેશમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાઓએ ચિંતા વધારી છે. હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. 

 મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોગ કાર્યક્રમમાં નિવૃત્ત આર્મી મેન દેશભક્તિનું ગીત રજુ કરી રહ્યો હતો અને અચાનક સ્ટેજ પર ઢળી પડ્યો હતો. તે સમયે તેના હાથમાં ત્રિરંગો હતો, લોકો પરફોર્મન્સ સમજીને તાળીઓ પાડતા રહ્યા ત્યારે અચાનક હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થયું. 

 સાયલન્ટ હાર્ટ અટેક ખતરનાક બની શકે છે કારણ કે, તેના લક્ષણો એકદમ હળવા હોય છે. તેમની અવગણના કરવી મોંઘી સાબિત થઈ શકે છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો. 

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (રેફ.) જણાવે છે કે, જ્યારે ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
જ્યારે દર્દીમાં તેના લક્ષણો દેખાતા નથી ત્યારે સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય છે. આ લક્ષણો એટલા હળવા હોય છે કે દર્દી તેમની અવગણના કરે છે અને ખતરનાક પરિસ્થિતિમાં પરિણમી શકે છે. આવો જાણીએ આ સંકેતો વિશે.હાર્ટ એટેક વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં આ સમસ્યા એકદમ હળવી લાગે છે. આમાં એવું લાગે છે કે કોઈ કારણસર તમારો શ્વાસ વધવા લાગ્યો છે. તેને અવગણશો નહીં.હાર્ટ એટેકની પીડા અચાનક અને તીવ્ર બની શકે છે. પરંતુ જો તમે છાતીમાં ભારેપણું અનુભવો છો, તો તે સાયલન્ટ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. છાતીમાં દબાણ અને જલન વગેરે હાર્ટ અટેકના જ લક્ષણો છે. 

હાર્ટ એટેક વખતે હૃદય તરફ જતું લોહી પ્રભાવિત થાય છે. જેના કારણે હાથ, કમર, ગરદન, જડબા અને પેટની આસપાસના ભાગોમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય તો અટેકના સંકેત છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.