હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ધર્મ

શ્રાદ્ધના સોળે સોળ દિવસ આટલું તો જરૂર કરો તમે તમારા સ્વજનની કોઈ એક તિથિને પકડીને ના ચાલો આપણી પેઢીના કોઈને કોઈ આત્માનો અભિશાપ અથવા તો એની નારાજગી પણ જવાબદાર હોઈ શકે છે !! એમને પ્રસન્ન કરવાનો એક માત્ર ઉપાય એટલે આ 16 શ્રાદ્ધની ઉજવણી !

Posted 1 year ago with 57 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: 2 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ પક્ષના દિવસો છે !

શ્રાદ્ધના સોળે સોળ દિવસ આટલું તો જરૂર કરો તમે તમારા સ્વજનની કોઈ એક તિથિને પકડીને ના ચાલો આપણી પેઢીના કોઈને કોઈ આત્માનો અભિશાપ અથવા તો એની નારાજગી પણ જવાબદાર હોઈ શકે છે !! એમને પ્રસન્ન કરવાનો એક માત્ર ઉપાય એટલે આ 16 શ્રાદ્ધની ઉજવણી !
1/1

શ્રાદ્ધના સોળે સોળ દિવસ આટલું તો જરૂર કરો તમે તમારા સ્વજનની કોઈ એક તિથિને પકડીને ના ચાલો. તમારી છેલ્લી સાત પેઢીમાં કોઈને કોઈ વ્યક્તિ તો આ 16 માંથી કોઈ પણ તિથિના દિવસે મૃત્યુ પામી હોય એવું બની શકે છે !

વાચક મિત્રો, 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ પક્ષના દિવસો છે ! 

જીવનમાં ખરેખર જો તમે હેરાન થઈ રહ્યા હો, ઘરમાંથી માંદગી ખસતી ના હોય, ઘરમાં કુટુંબના સભ્યો વચ્ચે ક્લેશ ચાલી રહ્યો હોય, સંતાનોને જલ્દી નોકરી ના મળતી હોય, કુટુંબમાં કોઈનાં લગ્ન ના થતાં હોય તો એની પાછળ આપણી પેઢીના કોઈને કોઈ આત્માનો અભિશાપ અથવા તો એની નારાજગી પણ જવાબદાર હોઈ શકે છે !! એમને પ્રસન્ન કરવાનો એક માત્ર ઉપાય એટલે આ 16 શ્રાદ્ધની ઉજવણી ! 

તમે તમારા સ્વજનની કોઈ એક તિથિને પકડીને ના ચાલો. તમારી છેલ્લી સાત પેઢીમાં કોઈને કોઈ વ્યક્તિ તો આ 16 માંથી કોઈ પણ તિથિના દિવસે મૃત્યુ પામી હોય એવું બની શકે છે ! તમે ભલે એ જાણતા નથી પરંતુ એ આત્માની તમારા તરફ અપેક્ષા તો રહેવાની જ છે. એટલે આ સોળે સોળ દિવસ સુધી કોઈને કોઈ આત્મા તો તમારા દરવાજે આવીને આશા રાખતો જ હોય છે. 

તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને તમારા જીવનમાં તમને થતી હેરાનગતિ દૂર કરવા માટે પણ તમે આ 16 શ્રાદ્ધ દરમિયાન નીચેનામાંથી જે પણ તમારા માટે શક્ય હોય એ ઉપાય તમે રોજ કરો. 

1 રોજ ગાય અને કૂતરાને શક્ય હોય ત્યાં સુધી જમાડો. 

2 કોઈ બ્રાહ્મણ મળી રહેતો હોય તો એને પણ જમાડો અથવા તો પછી સીધું આપો. 

3 પિતૃઓને માનસિક રીતે યાદ કરીને ગાયને ઘાસ પણ ખવડાવી શકો છો જો શક્ય હોય તો. 

4 તર્પણ પ્રયોગ આવડતો હોય તો રોજ તર્પણ કરો.

5 રોજ હનુમાન ચાલીસાના 7 પાઠ કરી તમારા તમામ પિતૃઓને અર્પણ કરો. 

6 રોજ ભગવત ગીતાનો સાતમો અધ્યાય વાંચો અને પિતૃઓને અર્પણ કરો.

7 રોજ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચીને પિતૃઓની ગતિ માટે પિતૃઓને અર્પણ કરો. 

8 ગજેન્દ્રમોક્ષનો પાઠ કરીને પણ પિતૃઓને અર્પણ કરી શકો છો. 

9 રોજ ગાયત્રીની અગિયાર માળા કરીને પિતૃઓને અર્પણ કરી શકો. 

" મારા સર્વ પિતૃઓ, મારાથી જે પણ શક્ય છે એ મારી બુદ્ધિ પ્રમાણે હું તમારી શાંતિ માટે કરી રહ્યો છું. અમે તમારાં પોતાનાં જ કુટુંબીજનો છીએ. તમે અમને માફ કરો અને સૂક્ષ્મ જગતમાં તમારી સદગતિ થાઓ. " - આ જાતની ભાવના રોજેરોજ કરવી. 

મિત્રો ઉપર આપેલા તમામ ઉપાયો રોજ કરવા જરૂરી નથી. પરંતુ આ નવ ઉપાયોમાંથી જે પણ તમારા માટે શક્ય હોય અને અનુકૂળ હોય એ તમે કરી શકો છો ! અને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તો જે પણ શક્ય હોય તે વધુમાં વધુ કરજો. 

16 દિવસ સુધી આ રીતે રોજેરોજ પિતૃઓને ખુશ કરીને એક વર્ષમાં જ તમને જે શાંતિ મળશે, સફળતા મળશે એની તમે કલ્પના પણ નહીં કરી શકો ! 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.