હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રસોઈ-વાનગી

સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાયું સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકશાન

Posted 2 years ago with 68 views

Story by Altaf Luhar | 4 mins read

સમાચાર સારાંશ: સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી વરસાદે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું

સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાયું  સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકશાન
1/3
સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાયું  સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકશાન
2/3
સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાને ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાયું  સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકશાન
3/3

સાબરકાંઠામાં શાકભાજીના ભાવ આસમાનેગ્રુહિણીઓનુ બજેટ ખોરવાયું સતત વરસેલા વરસાદે ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરને કર્યું નુકશાન 

સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી વરસાદે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે.. જીલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે જેને લઈ ભાવ આસમાને પહોચ્યા છે

હાલમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે શાકભાજી ના પણ આસમાને પહોચ્યા જેના કારણે ગ્રુહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું.પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજી ના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોવાઈને મૂરજાઈને ખરી પડે..

જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી નથી રહ્યો.. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજી માં વરસાદને લઈને ઉત્પાદન માં ભારે અસર પડી છે સાબરકાંઠા જીલ્લા માં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડુતો ને જેસે થે ની પરિસ્થિતિ ઉભી જ છે... એકંદરે ખેડુતો ને આ ભાવ પણ પોષાય તેમ નથી તેવુ પણ ખેડુતો જણાવી રહ્યા છે

બાઈટ- સંગીતાબેન, ગ્રૂહિણી, હિંમતનગર

બાઈટ- કિંજલ પરમાર, ગ્રુહિણી

બાઈટ- સંજય બારોટ, વેપારી, હોલસેલ માર્કેટ, હિંમતનગર

આમ તો પહેલા જે શાકભાજી ૨૦ રૂપિયા થી લઈ ૫૦ રૂપિયા કીલો મળતી હતી તે હાલમાં ૧૦૦ થી ૧૫૦ પર પહોચી ગઈ છે... છેલ્લા ૩૦ દિવસથી શાકભાજી ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા ૩૦ દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોચ્યા છે સામે ઉત્પાદન ઘટતા માર્કેટ માં આવક પણ ઘટી છે ૭૦ થી ૮૦ ટકા ભાવમાં વધારો થયો છે તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે કારણ માત્ર એક જ છે કે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે મને લોકલ શાકભાજી આવતી નથી તો હાલમાં પણ ઉત્પાદન મળતુ નથી તો સામે ખર્ચ પણ વધ્યો છે, વિરામણ, મોઘી દવાઓ ખાતર સહિતનો ભાવ વધી ગયો છે એટલે 

શાકભાજીના ભાવ હોલસેલ પ્રતિ કિલો

ભીંડી 50 - 55

ગવાર 100 - 110

ચોળી 140 - 160

કરેલા 30 - 35

ફુલાવર 40 - 50

કોબીજ 30 - 40

દૂધી 25 - 30

રીંગલ 40 - 50

ટામેટા 50 - 60

કાકડી 30 - 50

ગિલોડા 60 - 70

મરચા 40 - 50

ધાણા 70 - 80

પરવળ 70 - 75

કંકોડા 130 - 150

ડુંગરી 40 - 50

આદુ 180 - 200

શાકભાજીના ભાવ છુટક વેપારી પ્રતિ કિલો

ભીંડી 60 - 75

ગવાર 120 - 130

ચોળી 140 - 160

કરેલા 50 - 60

ફુલાવર 60 - 80

કોબીજ 50 - 60

દૂધી 50 

રીંગલ 40 - 50

ટામેટા 80 - 100

મરચા 70 - 80 

કાકડી 40 - 50

ગિલોડા 70 - 80

ધાણા 90 - 110

પરવળ 70 - 85

કંકોડા 200 - 250

ડુંગરી 50 - 60

આદુ 200 થી ઉપર

હાલમાં તમામ જગ્યાઓ મોધવારી વધી છે કઠોર, દુધ સહિતના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો થયો છે ત્યારે સામાન્ય ગણાતી શાકભાજી પણ બમણા ભાવે વોચાઈ રહી છે. આમ તો હજુ પણ વરસાદ વધશે તો શાકભાજી ના ભાવ માં આનાથી પણ વધારો આવી શકે તેમ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન