હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, દુનિયા

પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ. આ માટે કોણ જવાબદાર છે?

Posted 2 years ago with 108 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા. જોકે, તેમણે એ લોકોના નામ લીધા ન હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપૂતળી બનાવી દીધા છે

પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે,
1/2
પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે,
2/2

શાહબાઝ સરકાર સામે મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને અન્ય અનેક ગંભીર સંકટનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર છે. જોકે, પાકિસ્તાનની નવી ચૂંટાયેલી શાહબાઝ સરકારે આ બધું છોડીને હજુ પણ વારંવાર કાશ્મીરનો રાગ આલાપી રહી છે. 

બીજી તરફ પાકિસ્તાન સરકાર ઈચ્છે છે કે ભારત સાથે તેના સંબંધો સુધરે. આ દરમિયાન પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ. આ માટે કોણ જવાબદાર છે?"

તેમણે પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા. જોકે, તેમણે એ લોકોના નામ લીધા ન હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપૂતળી બનાવી દીધા છે. પડદા પાછળ કેટલીક શક્તિઓ છે જે આપણને નિયંત્રિત કરી રહી છે અને તેઓ નિર્ણયો લે છે જ્યારે આપણે માત્ર કઠપૂતળી છીએ. મૌલાના ફઝલુર રહેમાને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર મહેલોમાં રચાય છે અને અમલદારો નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ હશે. ક્યાં સુધી આપણે સમજૂતી કરવાનું ચાલુ રાખીશું?

?ref_src=twsrc%5Etfw">April 29, 2024

તેમણે 2018 અને 2024 બંને ચૂંટણીઓમાં ચૂંટણી ધાંધલીની ટીકા કરતાં પૂછ્યું કે "આ ગૃહ (સંસદ)માં બેસીને આપણો અંતરાત્મા કેવી રીતે શુદ્ધ થઈ શકે છે, કારણ કે હારેલા અને વિજેતા બંને સંતુષ્ટ નથી." રહેમાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને લોકશાહી અધિકારોના મહત્વ પર ભાર મૂકતા, જાહેર સભાઓ યોજવા દેવાની હિમાયત કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.