હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
લાઈફ સ્ટાઈલ, વિશેષ વાંચન

ઠપકો નહિ, ટેકો, ટકોર અને ટાર્ગેટ આપજો...!! નાપાસ થયા હશો, પરંતુ ના(સી)પાસ નથી થવાનું. કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા હશે પરંતુ, હાર્યા નથી એ વાત વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલે નહી

Posted 2 years ago with 110 views

Story by Hiren Kotak | 3 mins read

સમાચાર સારાંશ: કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા હશે પરંતુ, હાર્યા નથી એ વાત વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલે નહી! ઈશ્વરે આથી પણ વધુ સફળ તથા વધુ લક્ષ્ય કેન્દ્રિત થવાની છે તક આપી તેમજ ભૂલો સુધારી આગળ વધવા ની દિશા આપી છે!! ન તો હિંમત હારશો અને ન આપના વ્હાલા બાળકોને પણ હિંમત હારવા દેશો!! કુમળું માનસ છે

ઠપકો નહિ, ટેકો, ટકોર અને ટાર્ગેટ આપજો...!! નાપાસ થયા હશો, પરંતુ ના(સી)પાસ નથી થવાનું. કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા હશે પરંતુ, હાર્યા નથી એ વાત વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલે નહી
1/1

ઠપકો નહિ, ટેકો, ટકોર અને ટાર્ગેટ આપજો...!!

નાપાસ થયા હશો, પરંતુ ના(સી)પાસ નથી થવાનું!

ધોરણ 10 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને જેમને ઈશ્વરે આથી પણ વધુ સફળ થવાની તક આપી છે તેવા ન ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન!!

કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયા હશે પરંતુ, હાર્યા નથી એ વાત વાલીઓ અને વિદ્યાર્થીઓ ભૂલે નહી! ઈશ્વરે આથી પણ વધુ સફળ તથા વધુ લક્ષ્ય કેન્દ્રિત થવાની છે તક આપી તેમજ ભૂલો સુધારી આગળ વધવા ની દિશા આપી છે!! ન તો હિંમત હારશો અને ન આપના વ્હાલા બાળકોને પણ હિંમત હારવા દેશો!! કુમળું માનસ છે 

મિત્રો, ઘડતરનાં પાયામાં પ્રચંડ આત્મવિશ્વાસ અને પડી - ગબડીને પણ બેઠા થવાની શક્તિઓ હશે તો ગમે તેવા શિખરો સર કરી આવશે! પરીક્ષા ખંડમાં ઉતીર્ણ ન થયેલા અનેક બાળકો ને માતા પિતાનો ટેકો અને સધિયારો મળવાથી જીવનમાં ઉચ્ચ સ્થાનો ઉપર પહોંચ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે! તેમ છતાં ભણતર નું મહત્વ પણ જરાયે ઉતરતું નથી, 

મોડા પહોંચવામાં ધીરજ ન ગુમાવવી જોઇએ, સીએ અને યુપીએસસી ની પરીક્ષાઓ પહેલા પ્રયત્ને પસાર ન કરી શકવાથી જેમ કોઈ પ્રયત્ન કે હિંમત નથી છોડી દેતું તેમ જ ભવિષ્યમાં સફળતા નાં શિખરે પહોંચ્યા બાદ કોઈ નથી પૂછવાનું કે કેટલામા પ્રયત્ને આપે 10 મુ પાસ કર્યું, અને પૂછે તો પણ કહેવું કે "હા એક, બે કે ત્રણ પ્રયત્ને પાસ કર્યું, પરંતુ હિંમત કે જીવન નથી હાર્યા!!". પરીક્ષામાં ભલે નાપાસ થયા પરંતુ આત્મબળની કસોટીમાં નાપાસ ન થશો...!!


કારકિર્દી એક એવું વિશાળ ફલક છે જેમાં સફળતા મેળવવાના આ પરીક્ષા સિવાયના પણ અનેક રસ્તાઓ છે.

પરીક્ષા એ કસોટી છે તમારી નિપુણતા નું પ્રમાણપત્ર નહી માટે જ પરમાત્મા વઘુ સારી અને શ્રેષ્ઠ તક આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે જેને ઓળખીને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેજો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.