હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.

Posted 2 months ago with 51 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સોનમ વાંગચુક હોસ્પિટલમાંથી પણ પોતાની હડતાળ ચાલુ રાખી રહ્યા છે. તેમની ભૂખ હડતાળનો રવિવારે 22મો દિવસ છે

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.
1/1
❮ ❯

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી , 

સોનમ વાંગચુક હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. દરમિયાન તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ કરી છે. તેમનું કહેવું છે કે તેમને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.

મહત્વનું છે કે સોનમ વાંગચુક હોસ્પિટલમાંથી પણ પોતાની હડતાળ ચાલુ રાખી રહ્યા છે. તેમની ભૂખ હડતાળનો રવિવારે 22મો દિવસ છે. હાલમાં હોસ્પિટલમાં તેમણે ડ્રિપ (ગ્લુકોઝના બાટલા) અથવા કોઈપણ પ્રકારની દવા લેવાની ના પાડી દીધી છે. જંતર-મંતર પર હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે શનિવારની સવારે ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

'સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી'

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે 'તેમને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી, આ એક ગેરકાયદેસર અટકાયત (ડિટેન્શન) જેવું છે, અહીંથી તેમના પતિને ટૂંક સમયમાં જ ખાનગી (પ્રાઇવેટ) હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે.' સોનમ વાંગચુકના પત્નીએ દિલ્હી હાઈકોર્ટ પાસે આજે જ તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ દરમિયાન રવિવારે સવારે સફદરજંગ હોસ્પિટલ તરફથી સોનમ વાંગચુકનું હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાયું છે. સોનમ વાંગચુક તરફથી હોસ્પિટલમાંથી જ હડતાળ ચાલુ રાખવાની વાત કહેવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે આગળ પણ અપડેટ જાહેર કરવામાં આવશે.

ગીતાંજલિ આંગ્મોનું કહેવું છે કે 'સોનમ વાંગચુક હજુ પણ ભૂખ હડતાળ પર છે અને કોઈ પ્રવાહી પદાર્થ (લિક્વિડ) લઈ રહ્યા નથી, માત્ર પાણી અને મીઠું જ લઈ રહ્યા છે. સફદરજંગ હોસ્પિટલનું કહેવું છે કે તેમના પોટેશિયમનું સ્તર ઘણું ઓછું થઈ ગયું છે.' આંગ્મોએ ઉમેર્યું કે તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની ઔપચારિકતાઓ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ વાંગચુકને કાં તો ઘરે લઈ જઈ શકે અથવા એવી કોઈ હોસ્પિટલમાં લઈ જઈ શકે જેના પર તેમને ભરોસો હોય.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં માઈભક્તોનું ઘોડાપૂર નવરાત્રિના પ્રથમ નોરતે દર્શન માટે લાંબી કતારો

ભારત, ગુજરાત, ધર્મ

કોણે લખી હતી 'જય આદ્યાશક્તિ'ની આરતી? નવરાત્રીમાં જાણો આ રહસ્ય જાણો

વિશેષ વાંચન

નવરાત્રી: આરાધના, પરંપરા અને ઉત્સવનું મહાપર્વ