હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, વિશેષ વાંચન

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં શિવ ખેડા, નીતિન શેઠ, રાહુલ શિવશંકર અને યશ રણજીત જૈનનાં વક્તવ્ય યોજાયાં.

Posted 8 months ago with 108 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: આ સત્રનું સંચાલન શ્રી તુષાર ગુપ્તાએ કર્યું હતું. અંતમાં શ્રી યશ રંજીત જૈને ‘Daring Pens of a Restless Generation’ વકત્વવ્ય આપ્યું. સુશ્રી નિતી શુક્લાએ જેનું સંચાલન કર્યું હતું.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં શિવ ખેડા, નીતિન શેઠ, રાહુલ શિવશંકર અને યશ રણજીત જૈનનાં વક્તવ્ય યોજાયાં.
1/1

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં શિવ ખેડા, નીતિન શેઠ, રાહુલ શિવશંકર અને યશ રણજીત જૈનનાં વક્તવ્ય યોજાયાં

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં શનિવારે ‘લેખક મંચ’માં વિવિધ વિષયો પર પ્રખ્યાત લેખકોનાં સત્રો યોજાયાં, જેમાં શ્રી નિતીન શેઠે પોતાના પુસ્તક Balancing Intelligence Human Wisdom in the Age of Algorithms ને અનુલક્ષી ભારતમાં AI અને ડેટા મેનેજમેન્ટ અંગે તલસ્પર્શી જાણકારી આપી. આ સાથે તેમણે લોકોને આધ્યાત્મિકતા પર ભાર મૂકવા જણાવ્યું અને કહ્યું કે જે એક માત્ર બાબત મશીનથી માણસને અલગ બનાવે છે. સુશ્રી પ્રિયાંશી શર્માએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રખ્યાત લેખક, વક્તા શ્રી શિવ ખેડાએ તેમની પુસ્તક You can win : The Power of words, will and wisdom વિષય પર શ્રોતાઓ સાથે સીધો સંવાદ કર્યો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યદક્ષતા અંગે સદૃષ્ટાંત વાત કરી. તેમણે જણાવ્યું કે માત્ર માણસો જ પૂંજી નથી, પણ સારા માણસો જ ખરી પૂંજી છે. ત્યાર બાદ, વરિષ્ઠ પત્રકાર શ્રી રાહુલ શિવશંકરે ભારતીય માધ્યમોના ઉપલક્ષ્યમાં ‘મોદી, મીડિયા એન્ડ ધ બેટલ ફોર ભારત’ પર સ્પષ્ટ અને સચોટ વક્તત્વ આપ્યું. આ સત્રનું સંચાલન શ્રી તુષાર ગુપ્તાએ કર્યું હતું. અંતમાં શ્રી યશ રંજીત જૈને ‘Daring Pens of a Restless Generation’ વકત્વવ્ય આપ્યું. સુશ્રી નિતી શુક્લાએ જેનું સંચાલન કર્યું હતું.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં શિવ ખેડા, નીતિન શેઠ, રાહુલ શિવશંકર અને યશ રણજીત જૈનનાં વક્તવ્ય યોજાયાં.

‘બાળમંડપ’માં સવારે 9 વાગે યોજાયેલી ડાન્સ અને બૉડી મૂવમેન્ટની કાર્યશાળાનો બાળકોએ જુસ્સાભેર આનંદ માણ્યો. સુશ્રી મુસ્કાન અને શ્રી ફરમાને કાર્યશાળાનું સંચાલન કર્યું. તેમણે રોજિંદી અંગ કરસરતો તથા શારીરિક હલનચલનને નૃત્યમાં પરિવર્તિત કરી દેખાડ્યું હતું. ‘ગમ્મત સાથે વિજ્ઞાનની મોજ' કાર્યક્રમમાં મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈના બાળપણના પ્રેરક પ્રસંગોની માહિતી અપાઈ. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન કેન્દ્રનાં ડૉ. નમ્રતા દવે અને સુશ્રી મિતુલ વર્માની ટીમે ગમ્મત સાથે ગણિતનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ નેશનલ બુક ટ્રસ્ટની રાષ્ટ્રીય ઈ-પુસ્તક ટીમ દ્વારા બાળકોને રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલ વિશેની જાણકારી આપવામાં આવી. મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ જ મંચ પર કિશોર લેખકો સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો જેમાં તરુણ લેખકો આરના, આશના અને વ્યોમે ભાગ લીધો. 

જાણીતા ગુજરાતી કવિ ડૉ.રઈશ મનીઆરે ગઝલ રચનાની કાર્યશાળામાં જિજ્ઞાસુ શાયરોને ગઝલ લેખન વિશે માહિતી આપી. તેમણે વિવિધ ઉદાહરણો સહિત રદીફ-કાફીયા જેવા અરબી શબ્દોનો પ્રયોગ ગુજરાતી ગઝલમાં કેવી રીતે કરવો, ક્યારે શું ટાળવું, એની વિગતે સમજણ આપી. અગ્રણી ગુજરાતી ગઝલકારોની રચનાઓનો ઉલ્લેખ કરી તેમણે ગઝલ અભિવ્યક્તિની વિશિષ્ટતા વિશે પ્રકાશ પાડ્યો. શ્રોતાઓ સાથેના સંવાદમાં શ્રી મનીઆરે તેઓ પાસે ગઝલ પઠન કરાવ્યું હતું. એ પછી અનંત યુનિવર્સિટી દ્વારા ઝાઈનમેકિંગ કાર્યશાળા યોજાઈ જેનું સંચાલન પ્રો. ધારા દવે વ્યાસે કર્યું હતું. આ અવસરે સુશ્રી દેવાંગી ભટ્ટના પુસ્તક ‘સિલાઈ’ વાર્તાસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે જાણીતાં રેડિયો-જૉકી દેવકી અને નાટ્ય-અભિનેતા કમલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ વાર્તાઓનું વાચિકમ રજૂ કર્યું હતું. 

      સ્કૂલબૉર્ડના શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વાર્તાકથન કાર્યક્રમ દ્વારા મોબાઈલના યુગમાં બાળવાર્તાઓ થકી સંસ્કારોના સિંચનનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં બાળકોએ વાર્તાનાં પાત્રની વેશભૂષામાં વાર્તાઓ રજૂ કરી. એ પછી શાળાનાં બાળકો માટે ‘ફોટોગ્રાફી સ્પર્ધા’નું આયોજન થયું હતું. ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયન, નેપાળી અને મરાઠી તથા અન્ય ભાષાઓની સરસ ફિલ્મો દર્શાવવામાં આવી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.