હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ડિઝની હોટસ્ટાર પર બાહુબલી એનિમેટેડ સિરીઝનું ટ્રેલર લોન્ચ, જે રાજામૌલીએ તૈયાર કરેલ બહુબલી શ્રેણી પહેલાંની વાર્તા રજુ કરશે

Posted 2 years ago with 123 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: ભારતીય એનિમેશનની દુનિયામાં એક નવી શરૂઆત કરતા, ડિઝની હોટસ્ટારે તેમની નવી એનિમેટેડ સિરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ'નું ટ્રેલર લોન્ચ કર્યું છે.

ડિઝની હોટસ્ટાર પર બાહુબલી એનિમેટેડ સિરીઝનું ટ્રેલર લોન્ચ, જે રાજામૌલીએ તૈયાર કરેલ બહુબલી શ્રેણી પહેલાંની વાર્તા રજુ કરશે
1/1

ભારતીય એનિમેશનની દુનિયામાં એક નવી શરૂઆત કરતા, ડિઝની હોટસ્ટારે તેમની નવી એનિમેટેડ સિરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ'નું ટ્રેલર લોન્ચ કર્યું છે. આ સિરીઝ એસ.એસ. રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'ના પાત્રો અને કથાનક પર આધારિત છે અને તેનું પ્રીમિયર 17 મેના રોજ થશે.

બાહુબલી શ્રેણી ભારતીય સિનેમામાં એક સુવર્ણ પાનું છે, તેને વિશ્વભરમાં તેની છાપ છોડી છે, ફકત બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ ન તોડતા 'બાહુબલી' ફિલ્મોએ તેલુગુ સિનેમાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. એસ.એસ. રાજામૌલીની દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ શ્રેણીએ તેની અનોખી કથાનક, પ્રભાવી દ્રશ્યો અને સંગીત માટે લોકપ્રશંસા મેળવી છે, અને એક આખી પેઢીને નવા સિનેમેટિક અનુભવ માટે તૈયાર કરી છે.  હવે, આ મહાકાવ્ય બાહુબલી એક નવા સ્વરૂપમાં પાછું ફરી રહ્યું છે અને તે મહિષ્મતીના રાજ્યની અને તેના પાત્રોની ગાથાઓ નવી અને રોમાંચક રીતે પ્રસ્તુત કરશે.

આ સિરીઝમાં, બાહુબલી અને ભલ્લાલદેવ મહિષ્મતી રાજ્ય અને સિંહાસનની રક્ષા માટે હાથ મિલાવે છે, જેને તેમની સૌથી મોટી ચૂનોતી, રક્તદેવ નામના રહસ્યમય યોદ્ધા સામે બચાવવાની છે. આ સિરીઝ ફિલ્મોની ઘટનાઓ પહેલાની છે અને બાહુબલી અને ભલ્લાલદેવના જીવનમાં અનેક અજાણ્યા વળાંકો અને એક લાંબા સમયથી ભૂલાઈ ગયેલા અંધારા રહસ્યોને પ્રથમ વાર જાહેર કરશે. ટ્રેલર જોતાં લાગી રહ્યું છે કે જેમ બાહુબલી ભાગ એક પછી 'કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?' સવાલે દરેક ને ઘેરી લીધા હતા તે પ્રમાણે એક નવો સવાલ આવશે કે 'કટપ્પાને એસા કયાં કીયા, કયો વો દુશ્મન સેના સે મિલ ગયા.'

 

ડિઝની હોટસ્ટારની આ પહેલ ભારતમાં તેઓનું એડલ્ટ એનિમેશન તરફનું એક નવું પગલું છે, જેમાં એનીમેશન સીરીઝમાં રાજકીય ષડયંત્ર, નાટક, વિશ્વાસઘાત, યુદ્ધ, વીરતા, વફાદારી અને સાહસ જેવા તત્વો સમાવિષ્ટ છે. આ સિરીઝ ગ્રાફિક ઇન્ડિયા અને અર્કા મીડિયાવર્ક્સ દ્વારા નિર્મિત છે અને તેનું સર્જન રાજામૌલી અને શરદ દેવરાજન દ્વારા કરાયુ છે. તેમજ તેનું નિર્માણ રાજામૌલી, દેવરાજન અને શોભુ યર્લગડ્ડા દ્વારા થયું છે.

આ સિરીઝ માટે દર્શકો ખૂબ જ ઉંચી આશા બાંધી રહ્યા છે, કારણ કે 'બાહુબલી' ફિલ્મ ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં અનેક ચાહકોનું મન જીત્યું હતું અને આજની તારીખમાં એક આખો વર્ગ છે જે તેને એડમાયર કરે છે. ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે  બાહુબલી એનિમેટેડ સિરીઝ એનિમેશનની તેમજ કથાનકની ગહનતા સાથે, નવી પેઢીના દર્શકોને આકર્ષિત કરવા તૈયાર છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન