સમાચાર સારાંશ: ગુજરાતના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને વિકાસની સાથે અન્ય ટુરીસ્ટ પ્લેસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકતા મોલનો પણ સમાવેશ થાય છે
એકતા નગરના એકતા મોલમાં પણ પ્રવાસીઓનો ધસારોઃ કારીગરોને મળ્યો લાભ
ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં તમામ ક્ષેત્રોના વિકાસને પોષી રહી છે. આ પ્રયાસોને કારણે ગુજરાત સરકારે હસ્તકલા ક્ષેત્રે વધુ એક વિકલ્પ ઉંમેર્યો છે. એકતાનગર સ્થિત એકતામોલમાં ગરવી ગુર્જરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગરવી ગુર્જરીનો મૂળભૂત હેતુ દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરી રાજ્યમાં હસ્તકલા-હાથશાળની વંશ પરંપરાગત કલાને જીવંત રાખવી છે. જેને પરીણામે કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે, તેમજ તેમની આજીવિકામાં વધારો થશે.

ગુજરાતના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને વિકાસની સાથે અન્ય ટુરીસ્ટ પ્લેસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકતા મોલનો પણ સમાવેશ થાય છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજયોમાંથી હસ્તકલાના ઉત્પાદનો સાથે જોડાયેલ બોર્ડ,નિગમ,સરકારી સંસ્થાઓને પણ ઈનવાઈટ કરવામાં આવે છે જેથી એક જ જગ્યાએથી દેશની જુદા જુદા રાજયોની હસ્તકલા અને હાથશાળની કલા-કારીગીરીનું પ્રદર્શન કરી શકાય. પરીણામે રોજગારીનો તકો પણ પૂરી પાડી શકાય છે. એકતા મોલમાં સ્થિત ગરવી ગુર્જરી સ્ટોલ દ્વારા ગયા વર્ષે 2024 માં રૂ. 122 કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનનોનું વેચાણ થયું હતું.
એકતા મોલમાં 20 જેટલી દુકાનો છે. આ મોલમાં વર્ષ 2024 દરમિયાન અંદાજે ચાર લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતની ભવ્ય ભાતીગળ, ઉત્કૃષ્ઠ હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓને ગરવી ગુર્જરી ખાતે વેચાણ હેતુથી મુકવામાં આવી હતી. જેના પરિણામે વર્ષ દરમિયાન રૂ. 1.22 કરોડથી વધુ વેચાણ થયું છે. ગુજરાતની કલાને મળતી સફળતા ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. ઉપરાંત એકતા મોલમાં કાર્યરત કર્મચારીઓને રહેવા માટે પણ અનેક પ્રબંધ કરાયેલ છે જેમાં નવા ફ્લેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



