હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, વેપાર

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો શેરબજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ રોકાણકારોની મૂડીનું ધોવાણ સોમવાર આજે બ્લેક મંડે સાબિત થયો

Posted 1 year ago with 44 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: બજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ સીધો 2680 પોઈન્ટના કડાકા સાથે 78295ના લૉ લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 824થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. તે હાલમાં 700 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહી છે.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો શેરબજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ રોકાણકારોની મૂડીનું ધોવાણ સોમવાર આજે બ્લેક મંડે સાબિત થયો
1/1

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો શેરબજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ  stockmarketcrash

Stock Market Today: શેરબજાર (Stock Market)માં ગત અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શુક્રવારે મોટા કડાકા બાદ ફરી એકવાર આજે (પાંચમી ઓગસ્ટ) બજાર ખુલતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અમેરિકામાં મંદીના ભણકારા સાથે અમેરિકન સ્ટૉક માર્કેટ ડગમગ્યું તો તેની સીધી અસર હવે ભારતીય શેરબજારમાં દેખાઈ. સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારે આજે બ્લેક મંડે સાબિત થયો. જ્યાં પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો ત્યાં બજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી એકાએક ધરાશાયી થઇ ગયા. બીએસઈ સેન્સેક્સની શરૂઆત જ આજે 80000 ની નીચે થઈ. લગભગ 2400 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારબાદ બજાર ખુલતાં જ રિકવરી દેખાઈ અને 1000 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. જેના પછી ફરી એકવાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 2680 પોઈન્ટ સુધીનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોના 15 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા.  

બજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ સીધો 2680 પોઈન્ટના કડાકા સાથે 78295ના લૉ લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 824થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. તે હાલમાં 700 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહી છે.

પ્રી ઓપનિંગમાં જ સંકેત મળી ગયા હતા 

પ્રી ઓપનિંગ સેશનમાં જ સંકેત મળી ગયા હતા કે શેરબજારનું વલણ કેવું રહેવાનું છે. ખરેખર પ્રી ઓપનમાં સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. બજાર ખુલતાં જ 10 મિનિટમાં જ ઘટાડો વધી ગયો જેના લીધે સેન્સેક્સમાં 1500થી વધુ જ્યારે નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. સેન્સેક્સમાં 1.96% તો નિફ્ટીમાં 2% જેટલો કડાકો બોલાયો હતો.

હકીકતમાં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. બીજી બાજુ આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરાયું છે. જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.

રોકાણકારોની મૂડીનું ધોવાણ 

આ મોટા કડાકા સાથે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 10.24 લાખ કરોડ જેટલું ધોવાઈ ગયું હતું. આ સાથે હવે માર્કેટ કેપ 446.92 લાખ કરોડ થઈ ગઈ છે. નિફ્ટી 10 તેની 20 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ગગડી ગઈ છે જે બે મહિનાથી વધુ સમયમાં તેનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. જ્યારે બેન્ક નિફ્ટી પણ 50 દિવસની મૂવિંગ એવરેજથી નીચે આવી ગઈ છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.