હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળ્યું .છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમની ગતિ ધીમી હતી

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળ્યું .છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી  દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
1/1

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળ્યું .છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી  દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા 

ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહયો છે. આ દરમિયાન અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું.  જો કે સક્રિય થયેલી સિસ્ટમ સાયક્લોનિક સરક્યુલેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે મજબૂત લો પ્રેશર બની ચૂકી છે, જેના પગલે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગેની આગાહી કરી છે. 

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ટળ્યું .છતાં આ ભાગોમાં વરસાદની શક્યતા: પરેશ ગૌસ્વામીની આગાહી  દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમની ગતિ ધીમી હતી અને જો તે પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાત તો વાવાઝોડું બનવા માટે અરબ સાગરમાં અનુકૂળ પરિબળો હતા. જોકે, સિસ્ટમમાં ઉત્તર-પૂર્વ તરફની મૂવમેન્ટ જોવા મળતા હવે ગુજરાત વાવાઝોડાના સંકટમાંથી બહાર આવી ગયું છે. 

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી  

જોકે, આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવી શક્યતાઓ છે અને આગામી દિવસોમાં તે લો પ્રેશરમાંથી મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જો કે આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. 

મધ્ય ગુજરાતનાં આણંદ, ખંભાત, નડિયાદ સહિતના પંથકમાં તેમજ સૌરાષ્ટ્રનાં રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે. ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમ સાયક્લોન નહીં બને, પરંતુ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી હોવાથી વરસાદની સાથે આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓ પર ધ્યાન આપવા વિનંતી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.