હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જામ ખંભાળીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બેકાંઠે વાવણી લાયક વરસાદ

Posted 1 year ago with 103 views

Story by JAYESH MODI DEVBHUMIDWARKA | 3 mins read

સમાચાર સારાંશ: ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા

જામ ખંભાળીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ  ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ   ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બેકાંઠે   વાવણી લાયક વરસાદ
1/1

જામ ખંભાળીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ 

ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બેકાંઠે 

વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો 

દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા. વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખંભાળિયા પંથકમાં બપોરે બપોરના 12 થી 4 વાગ્યા સુધીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો.. 

શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.. તો ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરેલા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા અસત્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ખૂબ જ ઠડક પસરી હતી જેને લોકો મન ભરીને માની રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખેતરોમાં ખૂબ જ પાણી ભરાતા ખેડૂતો પણ ખુશ થયા હોય અને વાવણી લાયક વરસાદને વધાવતા હતા. જામખંભાળિયા શહેરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા શહેરના માર્ગો પર નદીઓ વહેતી થઇ છે ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા .

 આ ઉપરાંત વરસાદને પગલે શહેરમાં વિજ પુરવઠો ખોરવાયો હતો . જામ ખંભાળીયા પંથકમાં વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી પ્રમાણે મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.