હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT

દર્શકોની આતુરતાના અંત સાથે 'સ્ત્રી ૨ નું ટ્રેલર' રીલીઝ કરવામાં આવ્યું છે જે દર્શકોને એક વાર ફરી ચંદેરી શહેરની રહસ્યમય અને રોમાંચક દુનિયામાં લઈ જાય છે

Posted 2 years ago with 772 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: Maddock Films (IN) સુપરનેચરલ યુનિવર્સની પાંચમી કડી 'સ્ત્રી 2' ના તાજેતરમાં રિલીઝ થયલા ફિલ્મનું ટ્રેલરે દર્શકોની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચાડી છે.

દર્શકોની આતુરતાના અંત સાથે 'સ્ત્રી ૨ નું ટ્રેલર' રીલીઝ કરવામાં આવ્યું છે જે દર્શકોને એક વાર ફરી ચંદેરી શહેરની રહસ્યમય અને રોમાંચક દુનિયામાં લઈ જાય છે
1/1

બોલિવૂડની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી'ની સફળતા પછી, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર આ ફિલ્મ, તેના પ્રથમ ભાગની સફળતાને આગળ વધારવા માટે તૈયાર છે. તાજેતરમાં રિલીઝ થયલા ફિલ્મનું ટ્રેલરે દર્શકોની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચાડી છે.જેમણે 'સ્ત્રી'નો પ્રથમ ભાગ જોયો છે, તેઓ જાણે છે કે આ ફિલ્મનું કથાનક કર્ણાટકની શહેરી કથા 'નાલે બા' (કાલ આવજો) પર આધારિત છે. આ કથા એક ડાયનની છે, જે રાત્રે પુરુષોને અપહરણ કરે છે અને તેમના કપડાં જ છોડી જાય છે. 

હવે આજ વાર્તાને આગળ વધતી ટ્રેલરમાં જોઈ શકાય છે. ટ્રેલરની શરૂઆત એક મોટી મહિલાની પ્રતિમા સાથે થાય છે, અને તેની પાસે ચંદેરીના લોકો પ્રાર્થના કરે છે. ટ્રેલરમાં જોઈ શકાય છે હવે ચંદેરીમાં સરકતા નામના દાનવનો આતંક ફેલાયેલો છે, જે મહિલાઓના વાળ માટે તરસે છે અને તેઓ સ્ત્રીને પોતાની રક્ષા માટે પછી બોલાવવમાં માંગે છે જે દર્શકો માટે હાસ્ય અને ભયનું અનોખુ મિશ્રણ તૈયાર કરે છે. ટ્રેલરમાં "ઓ સ્ત્રી કાલ આના" ને બદલે "ઓ સ્ત્રી રક્ષા કારના" દીવાલો પર લખેલું જોવા મળે છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકાઓમાં છે, જેમણે પહેલી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો. તેમની સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના, જેમણે પહેલી ફિલ્મમાં પણ સહાયક ભૂમિકાઓમાં અભિનય કર્યો છે. સાથે સાથે કેટલાક નવા ચહેરાઓ પણ ફિલ્મમાં જોડાયેલા છે, જેમને સીધા સ્ક્રીન પર જોવાથી મજા આવશે. 

આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું અને પટકથા નિરેન ભટ્ટે લખેલી છે. 'સ્ટ્રી ૨'ના નિર્માતા દિનેશ વિજાન અને જ્યોતિ દેસપાંડે છે, જ્યારે Maddock Films (IN) અને જિઓ સ્ટુડિઓઝ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત સચિન-જિગર અને જસ્ટિન વર્ગીસે આપ્યું છે, તેમજ સિનેમેટોગ્રાફી ભટ્ટાચાર્યજીનું છે, તેમજ ફિલ્મનું સંપાદન હેમંતી સરકારે કર્યું છે.Maddock Films (IN) સુપરનેચરલ યુનિવર્સની પાંચમી કડી 'સ્ત્રી 2', ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના રજાના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' સાથે બોક્સ ઓફિસ પર ટક્કર આપશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.