હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક

ભરૂચના નેત્રંગ તાલુકાના સાકવા પ્રા.શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિધાર્થીઓ-ગ્રામજનોમાં આક્રોશ.

Posted 9 months ago with 134 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વાલીઓએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.

ભરૂચના નેત્રંગ તાલુકાના સાકવા પ્રા.શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિધાર્થીઓ-ગ્રામજનોમાં આક્રોશ.
1/1

ભરૂચના નેત્રંગ તાલુકાના સાકવા પ્રા.શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિધાર્થીઓ-ગ્રામજનોમાં આક્રોશ

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સાકવા પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરીમાં બે વર્ષના વિલંબને કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જર્જરિત મકાન તોડી પાડ્યાને લાંબો સમય વીતી જવા છતાં નવા ઓરડાનું બાંધકામ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, 

ભરૂચના નેત્રંગ તાલુકાના સાકવા પ્રા.શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિધાર્થીઓ-ગ્રામજનોમાં આક્રોશ.

જેના પગલે વાલીઓએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં ૧૦૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના ઓરડા અતિ જર્જરિત અને ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત હતી. આ સંજોગોમાં, આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા.

જોકે, કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરિત હાલતમાં હોવાથી હવે ત્યાં પણ વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નથી. આથી, આ વર્ષથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આચાર્ય-શિક્ષકો મજબૂર બન્યા છે. 

નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ તાત્કાલિક ધોરણે પતરાનો શેડ ઊભો કરી આપ્યો હતો, પરંતુ કમનસીબે, જર્જરિત ઓરડા તોડી પાડ્યાને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ જવા છતાં આજદિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ થઈ નથી.

વિદ્યાર્થીઓ પતરાના શેડની નીચે ઉનાળાની આકરી ગરમી, શિયાળાની ઠંડી અને ચોમાસાના ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય બન્યો છે.

આ ભારે અસંતોષને પગલે, વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોએ ભેગા મળીને નેત્રંગ મામલતદાર અને TDO ને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરતાં માહોલ વધુ ગરમાયો હતો. તેમણે શૈક્ષણિક વિભાગના જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ આ બાબતની ગંભીરતા જાણીને સાકવા ગામે ત્વરિત કામગીરી શરૂ કરાવે તેવી માંગ કરી છે.

રિપોર્ટર ભરત મિસ્ત્રી

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ધર્મ

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 'ગીતા પ્રવચન' શ્રેણીનો ભવ્ય પ્રારંભ: પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે 2026-27ના શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ધર્મ

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 'ગીતા પ્રવચન' શ્રેણીનો ભવ્ય પ્રારંભ: પ.પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે 2026-27ના શૈક્ષણિક સત્રનું ઉદ્ઘાટન

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

ગુજરાત, સામાજીક, ધર્મ

અમદાવાદમાં શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ અમદાવાદ દ્વારા પુષ્પનાથ મહાદેવ પાલડીમાં શાસ્ત્રોક વિધિ પ્રમાણે જનોઈ બદલી