હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ટેકનોલોજી

અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો

Posted 2 years ago with 45 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી દુર્ઘટનાને લક્ષમાં લઈ અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો

અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો
1/1

અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો 

બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આવી દુર્ઘટનાને લક્ષમાં લઈ અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઈપ રોબોટ તૈયાર કર્યો છે. આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા વિશે... 

અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે. કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે. તેમને આ પ્રોટોટાઈપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનારા બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી.

બાઈટ - શ્રી દેવ દવે, રોબોટ ઈનોવેટર અને વિદ્યાર્થી, સરકારી પોલિટેકનિક કોલેજ, અમદાવાદ

(TRANSCRIPT :- "हमने बहुत बार न्यूज में प्रॉब्लम देखे कि कोई बच्चा है बोरवेल में गिर गया है। तो हम लोग को मोस्टली उनकी सिचुएशन पता नहीं चलती कि अंदर कैसे, किस सिचुएशन में, इनकी हालत क्या है। तो हम लोगों ने पाइप क्लाइंबर रोबोट डेवलप किया है। जिसकी मदद से वो अंदर बोरवेल में जाता है। हम को पूरा रियल टाइम सर्विलांस दिखाता है कि बच्चे की कंडीशन कैसी और हम लोग उसकी कैसे हेल्प कर सकते हैं और कितना डिस्टेंस पर है।")

આ સમગ્ર પ્રોજેક્ટ પ્રોફેસર શ્રીજી ગાંધીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે. પોલિટેકનિક કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓની ટીમ રોબોટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ હતી.

(TRANSCRIPT :- "छात्र हमेशा प्रोजेक्ट आधारित शिक्षा पर ध्यान केंद्रित कर रहे हैं। वे एक थॉट लेकर आए कि जब कोई बोरवेल में फंस जाता है तो समस्या होती है, तो हम कैसे मदद कर सकते हैं कि सर हमारे यहां एक प्रॉब्लम है कि उसमें अगर एक बोरवेल में कोई फंस जाता है या उसका कुछ मेंटेनेंस करना है तो हम क्या कर सकते हैं। तो वो थॉट लेकर आते हैं कि सर हम एक पाइप क्लाइंबिंग रोबोट बनाते हैं। तो पाइप क्लाइंबर जो रोबोट है उसका बेसिक फीचर है कि वो बोरवेल के अंदर जाएगा और बोरवेल के अंदर जाकर वो हमें लाइव आई पी से, कैमरा से, वाईफाई कैमरा से हम को डेटा देगा कि अंदर जो है उसकी सिचुएशन क्या है।")

આ રોબોટ WiFi સાથે કનેક્ટેડ છે અને તે કેમેરાથી સુસજ્જ છે. તેને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે.

(TRANSCRIPT :- "हम लोगों ने इसमें आई पी कैमरा यूज किया है और कंट्रोलर यूज किया है। जिसके थ्रू हम को रियल टाइम डाटा मिलता है। जैसे इसके हम को 25 फीट हम को इसको भेजना हो तो भी हम भेज सकते हैं और ये रिमोटली कंट्रोलेबल है। तो हम लोगों को इसको कहीं भी भेजना हो तो उसमें हम इसको यूज कर सकते हैं।")

 આ રોબોટ હજુ પ્રોટોટાઈપ તબક્કામાં છે. જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ બાળકોને બોરવેલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે. આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઈનોનું સમારકામ અને ભૂગર્ભ ગેસ પાઈપલાઈનમાં થતા લીકેજને અટકાવવા પણ થઈ શકશે. આમ, ગુજરાતના આ યુવાનો આપણી આસપાસની સમસ્યાઓના સમાધાન માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી વિકસિત ભારત, વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે. 

બ્યુરો રિપોર્ટ, અમદાવાદ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.