હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪, વિશેષ વાંચન

હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે

Posted 2 years ago with 97 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: હિરેન કોટક લેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ મો. (91) 9537400000 hirenkotak@hirenkotak.com

હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે
1/4
હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે
2/4
હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે
3/4
હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે
4/4

હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું

વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે

આપણો ગુજરાતી શબ્દકોશ ખરેખર થોડા શબ્દોમાં ઘણું કહી જતો હોય છે, ત્યારે અહીંયા બે કહેવતો યાદ આવે છે, "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી" તથા "વાર્યા ન વરે તે હાર્યા વરે". આ બન્ને કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે કે જેમણે જ્યાં જ્યાં તેમની હાર થાય ત્યાં ત્યાં ઇવીએમ ઉપર ઠીકરું ફોડ્યું, પરંતુ જ્યાં જીત થાય ત્યાં ઇવીએમ બરોબર કામ કરે છે, તેવું લોકોને મૂર્ખ સમજી ઠરાવવા ની ભરપુર કોશિશ કરી 

આ તેઓની માન્યતાની વિસંગતા ભારતના નાગરિકોમાં સ્પષ્ટ થઈ જતા તેઓ વગોવાઈ તો ગયેલા જ , પરંતુ હાલ આ કહેવત દ્વારા બહુ જ સ્પષ્ટ થઈ ગયું કે જે 'વાર્યા ન વરે તે હાર્યા વરે!' કેમકે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇવીએમ ને જ નહિ પરંતુ આઘુનિક ચૂંટણી પ્રણાલીને પણ ક્લીનચીટ પણ મળી ગઈ અને તેમાં થઈ રહેલ નવીનતા તથા આધુનિકતાનો માર્ગ પ્રશસ્ત થવાની સંભાવના ને પણ લીલી ઝંડી મળી ગઈ છે.

જૂના જમાનાની 'પેપર બેલેટ સિસ્ટમ' પર પરત લાવવાની વાત મનમાં બિનજરૂરી શંકા પેદા કરીને ઈવીએમ દ્વારા મતદાનની સિસ્ટમને બદનામ કરશે તેવી ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ વકીલની દલીલને સ્વીકારવામાં કોઈને પણ કોઈ જ ખચકાટ નથી. મતદારોની સંખ્યા અને આ ચાલુ મતદાન પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો વિપક્ષોનો વાસ્તવિક ઈરાદો છતી કરે છે. આવનારા વર્ષોમાં લોકો ઇવીએમ કે અન્ય કોઈ સારી સિસ્ટમમાં માત્ર સુધારાની સાથે વધારાની જ અપેક્ષા રાખશે.

EVM વિરુદ્ધની 40 વખત થયેલ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, ચૂંટણી પંચના અધિકારીઓએ પણ ભારપૂર્વક જણાવ્યું કે ઓછામાં ઓછા 40 પ્રસંગોએ બંધારણીય અદાલતોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ની વિશ્વસનીયતાને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. અધિકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારની ટિપ્પણીને પણ ટાંકી હતી જેમાં તેમણે કહ્યું હતું કે EVM '100 ટકા સલામત' છે અને વિપક્ષો પણ 'તેમના હૃદયમાં ઊંડાણપૂર્વક જાણે છે' કે મશીનો સાચા છે.

હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું વાર્યા ન વરે, તે હાર્યા વરે કહેવતો કોંગ્રેસ સહિતના એ તમામ ગઠીયા બંધન નાં લેભાગું વિપક્ષોને લાગુ પડે છે
આ નિર્ણયે કોંગ્રેસ અને ‘ભારત’ના અન્ય રાષ્ટ્ર વિરોધી ઘટકોને ખુલ્લા પાડ્યા છે. તેમણે ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવીને ચૂંટણી પંચને 'બદનામ' કરવાની કોઈ તક છોડી ન હતી. આ કોંગ્રેસ સહિતનાં વિપક્ષો એ જનતાની માફી માંગવી જોઈએ.

ખરેખર જૂઓ તો આ નિર્ણય કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો માટે એક સમસમતો તમાચો છે અને EVM પર અવિશ્વાસ પેદા કરવા બદલ કોંગ્રસ સહિતનાં રાષ્ટ્ર વિરોધી માનસીકતા ધરાવતા વિપક્ષોએ દેશના નાગરિકો ની "માફી" માંગવી જોઈએ. આ કોંગ્રેસની આગેવાની હેઠળ રાષ્ટ્રને ભડકાવવા અને ભટકવવા નિકળેલ 'ઇન્ડી ગઠબંધન' માટે ધિક્કાર નું પ્રગટીકરણ છે. ઈવીએમ સામે અવિશ્વાસ પેદા કરવા બદલ તેમણે જનતાની માફી માંગવી જોઈએ. ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે તેનો પર્દાફાશ થયો છે.

આવો હવે જોઇએ કે ભૂતપૂર્વ ચૂંટણી કમિશનરોનો શું અભિપ્રાય છે આ નિણર્ય બદલ, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરો (CEC) એ શુક્રવારે VVPAT સંબંધિત સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લા હૃદયે સ્વાગત કર્યુ છે. આ શ્રેણીમાં ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે જણાવ્યું હતું કે ચૂંટણીપંચ એ 2017માં ભારતીય આંકડાકીય સંસ્થા નો સંપર્ક કર્યો હતો. પંચે 99.99 ટકા મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે VVPAT-EVM વેરિફિકેશનના નમૂના પર જવાબો માંગ્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક મતદાન મથક EVM-VVPAT મેળવવા માટે ઓળખવામાં આવશે. અન્ય ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલસ્વામીએ શ્રી રાવતના અભીપ્રાય ને ટેકો આપતા કહ્યું કે જો એક VVPAT ગણતરી આંકડાકીય રીતે પર્યાપ્ત છે, તો પાંચ VVPAT ગણતરીઓ તેને 500 ટકા વિશ્વસનીય બનાવે છે. ગોપાલસ્વામીએ કહ્યું કે જો "તમે જીતો છો તો ઈવીએમમાં કોઈ ખામી નથી, જો તમે હારશો તો ઈવીએમના કારણે છે!" અન્ય એક ભૂતપૂર્વ સીઈસીએ જણાવ્યું હતું કે અદાલતોએ અનેક પ્રસંગોએ ઈવીએમ વિરુદ્ધની અરજીઓ ફગાવી દીધી છે.
?ref_src=twsrc%5Etfw">April 28, 2024
વાત ઇવીએમ પૂરતી સીમિત નથી, ઇવીએમ નો વિરોધ કરે છે એ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ આત્મમંથન કે આત્મચિંતન કરવાને બદલે કે પછી પોતાની કાર્ય પ્રણાલીમાં કોઈપણ પ્રકારનો સુધારો કે જનસેવાનો પ્રકલ્પ હાથ ધર્યા વિના "હાર થાય તો ઇવીએમ પર ઠીકરું અને જીત થાય તો મારું દીકરું" આ પ્રકારની વિરોધાભાષી રમત રમી રહ્યા હતા.
ભારતના નાગરિકો માટે આ સમય સત્ય અને અસત્ય નાં પ્રસાર ને સમજવા તેમજ અન્યોને સમજાવવાનો છે, જ્યાં ઇવીએમ જેવા મુદ્દાઓ પર જુઠ્ઠાણાંઓ ફેલાવતા આ રાષ્ટ્ર વિરોધી તત્વો ભારતને વિશ્વગુરુ બનતા તેમજ 2047 માં વિક્સિત રાષ્ટ્ર બનતા રોકવા માટે કંઇ ને કંઇ નવુ નવું લઈને આવે છે! પરંતુ આપણે તો આ મેલી મથરાવટીનાં રાક્ષસોને "રાષ્ટ્રાય સ્વાહા, ઈદં ન મમ" મંત્ર ને ચરિતાર્થ થતા અટકાવવાનાં પ્રયત્નો કરતા રોકવાનાં છે.

હિરેન કોટક
લેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ
મો. (91) 9537400000
hirenkotak@hirenkotak.com

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.