સમાચાર સારાંશ: આ મોલાનાનું નામ મહમદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહે
હિન્દુ નેતાઓ સહીત નૂપુર શર્માની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ આ મોલાનાનું નામ મહમદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ
હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનારા મૌલાનાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
सूरत पुलिस को आईबी ने सूचना दिया की सूरत के के एक मोहल्ले से खास एरिया से पाकिस्तान बातचीत हो रही है
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1)
आधुनिक डिवाइस से कॉल का पता लगाया गया बातें सुनी गई तब पता चला की एक मस्जिद का मौलाना पाकिस्तान से एक करोड़ की सुपारी लिया है और उसे नूपुर शर्मा सुदर्शन न्यूज़ के सुरेश चौहान के… pic.twitter.com/BpXid6XMB7सूरत पुलिस को आईबी ने सूचना दिया की सूरत के के एक मोहल्ले से खास एरिया से पाकिस्तान बातचीत हो रही है
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) May 4, 2024
आधुनिक डिवाइस से कॉल का पता लगाया गया बातें सुनी गई तब पता चला की एक मस्जिद का मौलाना पाकिस्तान से एक करोड़ की सुपारी लिया है और उसे नूपुर शर्मा सुदर्शन न्यूज़ के सुरेश चौहान के… pic.twitter.com/BpXid6XMB7

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ચોક બજાર ભરી માતા ફૂલવાડી ખાતેથી આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી ઈસમની ધરપકડ કરી છે. જ્યારે મોલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, તે લસકાણ અને ડાયમંડ નગરમાં ધાગા કટીંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરે છે. આ ઉપરાંત મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે આપે છે.
તો મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવી છે તેમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો શોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. તો અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે.
તો પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોબાઇલમાં પોલીસ દ્વારા અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થતો હતો તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તો પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મૌલાના અન્ય દેશોના લોકો સાથે ફોરવર્ડ ભાષામાં વાત કરતો હતો અને સુરતના ઉપદેશનું નામ તેમને ઢક્કન રાખ્યું હતું અને આ ઢક્કન નામથી જ તેઓ વાતચીત કરતા હતા. જેથી કોઈને શંકા ન જાય આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પકડાય ન જાય એટલા માટે લુડો જેવી ગેમ કે જેમાં ચેટિંગનો ઓપ્શન આવતો હોય તે ગેમમાં રમવાના બહાને આ તમામ ઈસમો ભેગા થતા હતા અને ત્યારબાદ કઈ રીતે ઘટનાને અંજામ આપવો તેની વાતચીત કરતા હતા.
હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોલાનાની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ માટે અલગ અલગ એજન્સીઓની મદદ પણ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે. પોલીસની તપાસ દરમિયાન કોઈ આતંકવાદી સંગઠનનું નામ આવે તો પણ નવાઈ નહીં.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



