હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

Surat Food Safety | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ટીમે અખાદ્ય પનીર ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનો જથ્થો નાશ કર્યો.

Posted 8 months ago with 106 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનુ ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ-૪૧ સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના કુલ-૧૬, ચીઝ એનાલોગના કુલ- ૦૩ ઘીના કુલ-૧૦ ,મરી-મસાલાના કુલ- ૨૮ નમુનાઓ લઇ પૃથ્થ્કરણ સારૂ પબ્લીક હેલ્થ લેબોરટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ

Surat Food Safety | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય  ટીમે અખાદ્ય પનીર ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનો જથ્થો નાશ કર્યો.
1/1

Surat Food Safety | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય 

ટીમે અખાદ્ય પનીર ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનો જથ્થો નાશ કર્યો 

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય હસ્તકના ફુડ વિભાગ અને જેતે ઝોનના સેનિટેશન સ્ટાફને ડે.કમિશનશ્રી (ડી) (એચ.એન્ડ એચ.) તથા આરોગ્ય અધિકારી અને ડેઝીગ્નેટેડ ઓફીસરની સુચના તથા સીધા માર્ગદશન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાઘ્ય પદાર્થોની સંસ્થાઓની સઘન ચેકીંગ હાથ ધરી સંસ્થાઓમાંથી તા.૧૦/૧૧/ર૦રપ થી તા.૧૫/૧૧/ર૦રપ સુધીમાં સવારની કામગીરી દરમ્યાન પનીર, ચીઝ એનાલોગ, ઘી, મરીમસાલાનુ ઉત્પાદન તેમજ વેચાણ કરતી કુલ-૪૧ સંસ્થાની સ્થળ તપાસ કરી પનીરના કુલ-૧૬, ચીઝ એનાલોગના કુલ- ૦૩ ઘીના કુલ-૧૦ ,મરી-મસાલાના કુલ- ૨૮ નમુનાઓ લઇ પૃથ્થ્કરણ સારૂ પબ્લીક હેલ્થ લેબોરટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ છે, જેનો પૃથ્થ્કરણ અહેવાલ આવ્યેથી ફુડ સેફટી એકટ-ર૦૦૬ અને તેના નીતી-નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુમાં પનીર, ચીઝ એનાલોગ, ઘીનો આશરે કુલ - ૭૯૭ કીલોગ્રામ જેની કિંમત આશરે ૨,૦૦,૪૭૨/- ની મતાનો જથ્થો ફુડ વિભાગ દ્રવારા સીઝ કરવામાં આવેલ અને ૫૪ કીલોગ્રામ અખાઘ્ય પદાર્થોનો જથ્થો નાશ કરવામાં આવેલ છે.

સાંજના સમયગાળા દરમ્યાન ફુડ વિભાગ અને ઝોનના આરોગ્યના સેનીટેશન સ્ટાફ સાથે રહી સંયુકત અભિયાનની કામગીરી દરમ્યાન જુદી જુદી ખાઘ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં પીવાના પાણી, ગ્રીસ ચેમ્બર્સ, કર્મચારીઓના મેડીકલ સર્ટીફીકેટ, કર્મચારીઓની શારિરીક સ્વચ્છતા બાબતે, કર્મચારીઓને ટોપી, હાથના મોજા અને એપ્રન, સુકો અને ભીના કચરાની અલગ વ્યવસ્થા કરવા અંગેની સમજ આપી તેઓમાં ઉપરોકત મુદાઓ અંગે જાગૃત રહેવા અંગે સખત સુચનાઓ આપવામાં આવેલ અને તેનું પાલન કરવા અંગે તાકીદ કરવામાં આવેલ છે. કુલ ૩૭૫ સંસ્થાઓની તપાસ કરી ખાઘ્ય પદાર્થોના કુલ-૭૯ નમુના લેવામાં આવેલ તેમજ ૮૬ સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટીસ આપવામાં આવેલ તેમજ ૧૨૦ કીલોગ્રામ અખાઘ્ય જથ્થો નાશ કરવામાં આવેલ અને ૧,૩૧,૦૦૦/- નો વહીવટી ખર્ચ વસુલવામાં આવેલ છે.વધુમાં આ કામગીરી આગામી દિવસોમાં ચાલુ રહેશે.                     

                                                                                       

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.