હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરત, સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ, રોડ-રસ્તા થયા પાણી પાણી પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે.

સુરત, સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ, રોડ-રસ્તા થયા પાણી પાણી  પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
1/1

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો હતો. સુરત અને સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો હતો. વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થયા હતા. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે.

સુરતમાં પડેલા વરસાદથી પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 

સુરત, સૌરાષ્ટ્રમાં ભર ઉનાળે અષાઢી માહોલ, રોડ-રસ્તા થયા પાણી પાણી  પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા જ સિન જોવા મળ્યા હતા. વરસાદના કારણે તલ, બાજરી, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું હતું.

ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સાથે જ 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ અને ભારે પવનને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું તેનાં નિર્ધારિત સમય કરતા 3-4 દિવસ વહેલું કેરળમાં દસ્તક દેશે તેવાં એંધાણ છે. હવામાન ખાતાની આગાહી મુજબ કેરળમાં 27મી મેના રોજ ચોમાસુ શરૂ થઈ જશે. જો તે વહેલું કેરળમાં પહોંચશે તો વર્ષ 2009 પછી તે સૌથી વહેલું દસ્તક દેશે તેમ મનાય છે. વર્ષ 2009માં 23મી મેનાં રોજ કેરળમાં ચોમાસુ બેસી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 4 થી 5 દિવસમાં ચોમાસુ શરૂ થાય તેવી સિસ્ટમ બની રહી છે. સામાન્ય રીતે ચોમાસુ 8 જુલાઈ સુધીમાં આખા દેશમાં પહોંચી જતું હોય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.