હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો 25મો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો સાથે સમાજસેવાના નવા સંકલ્પો કરાયા

Posted 1 year ago with 9 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: પૂર્વ પ્રમુખ હિતા જાનીએ તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરેલા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી. તેમણે ખાસ કરીને રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામને સફળતાપૂર્વક શરૂ કર્યો હતો

સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો 25મો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો સાથે સમાજસેવાના નવા સંકલ્પો કરાયા
1/1

સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો 25મો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો સાથે સમાજસેવાના નવા સંકલ્પો કરાયા 

સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી અને રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણ સિટીનો 25મો ઇન્સ્ટોલેશન સમારોહ તાજેતરમાં યોજાઈ ગયો. આ પ્રસંગે નવા પ્રમુખ કાર્તિક પટેલ અને સેક્રેટરી જયદીપ સહિતની ટીમે સમાજ ઉપયોગી અને ઉમદા કાર્યો કરવાના શપથ લીધા. આ સાથે જ, રોટરેક્ટ ક્લબ ઓફ વઢવાણના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમે પણ સમાજ સેવાના કાર્યો માટે પ્રતિજ્ઞા લીધી

સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો 25મો ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો સાથે સમાજસેવાના નવા સંકલ્પો કરાયા

પૂર્વ પ્રમુખ હિતા જાનીએ તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરેલા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી. તેમણે ખાસ કરીને રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામને સફળતાપૂર્વક શરૂ કર્યો હતો, જેના અંતર્ગત આ વર્ષે 65 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ. 8,75,000 ની સ્કોલરશિપ ચેક દ્વારા આપવામાં આવી છે. આ ઉમદા કાર્ય માટે તેમણે ડોનર ટ્રેડ બુલ સિક્યુરીટીઝ પ્રા. લિ. અને રમેશભાઈ વોરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં, ટીમ્બી નિર્દોષાનંદજી હોસ્પિટલમાં ત્રણ ક્લબના સહયોગથી પેથોલોજી લેબ, મેડિકલ સ્ટોર, સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે પ્રશાંત અને હીતા જાનીએ રૂ. 11 લાખનું માતબર દાન આપ્યું હતું, જેના માટે તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

નવા પ્રમુખ કાર્તિક પટેલે જણાવ્યું કે, તેઓ ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાનીના ડ્રીમ પ્રોજેક્ટ "મિયાવાકી ફોરેસ્ટ પ્રોજેક્ટ"ને આ વર્ષે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, તેઓ ડિસ્ટ્રિક્ટ દ્વારા નિર્ધારિત પ્રોજેક્ટ્સને પણ હાથ ધરશે અને હાલના ચાલુ પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ભવ્ય સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ, આસિસ્ટન્ટ ગવર્નર નીલેશ ભોજાણી, રોટરી ક્લબના સભ્યો, અન્ય ક્લબના સભ્યો, સી.યુ. શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર અસ્પી સાહેબ, મોટિવેશનલ સ્પીકર મોહન પલાસે તથા સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં સમાજસેવાના નવા અધ્યાયનો પ્રારંભ સૂચવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન