હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

રૂપાલા લાલબાપુના શરણે : માફી માંગી છતાંય વિરોધ યથાવત

Posted 2 years ago with 53 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો.

રૂપાલા લાલબાપુના શરણે : માફી માંગી છતાંય વિરોધ યથાવત
1/1

રૂપાલા લાલબાપુના શરણે : માફી માંગી છતાંય વિરોધ યથાવત ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે. ગોંડલમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી અને મંચ પરથી ફરી વાર માફી માંગી હતી અને જયરાજસિંહે અહીંઆ વિવાદનો અંત આવે છે તેવું જાહેર કર્યું હતુ. તો બીજી તરફ, ગોંડલમાં જ આ સમાધાન પ્રયાસના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ ત્યાં પહોંચ્યા હતા અને ૮ મહિલાઓની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે રાજકોટના નયનાબા જાડેજા, રાજદિપસિંહ વગેરે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે માત્ર ભાજપના નેતાઓ ભેગા થઈને સમાધાન કરે તે સમાધાન નથી, રૂપાલા સામે વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજનો છે અને તેના ૯૦ સંગઠનોના હોદ્દેદારોએ ભેગા થઈને ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો છે. એક તરફ સમાધાનની બેઠક ચાલુ હતી બીજી તરફ ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. ૧૨- ૨૪થી પરસોતમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંતસોશ્યલ મિડીયામાં ખાસ્કરીને અનેક ક્ષત્રિય મહિલાઓના ઓડિયો વાયરલ થયા છે જેમાં સમાધાન સ્વીકારાયું નથી. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી હતી આ પછી શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. આ પછી રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પરસોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.