હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

અભિનેત્રી તબુ 'ડ્યુન' નવી પ્રિક્વલ સિરીઝ 'ડ્યુન: પ્રોફેસી'માં જોવા મળશે, આ સિરીઝ ફ્રેન્ક હર્બર્ટની 'ડ્યુન' યુનિવર્સનો એક ભાગ છે

Posted 2 years ago with 118 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: કેવિન જે. એન્ડરસન દ્વારા લખાયેલ પુસ્તક 'સિસ્ટરહુડ ઓફ ડ્યુન' પરથી પ્રેરિત 'ડ્યુન' નવી પ્રિક્વલ સિરીઝ 'ડ્યુન: પ્રોફેસી'માં જોવા મળશે અભિનેત્રી તબુ.

અભિનેત્રી તબુ 'ડ્યુન' નવી પ્રિક્વલ સિરીઝ 'ડ્યુન: પ્રોફેસી'માં જોવા મળશે, આ સિરીઝ ફ્રેન્ક હર્બર્ટની 'ડ્યુન' યુનિવર્સનો એક ભાગ છે
ફોટો: ગૂગલ સર્ચ | પ્રતીકાત્મક ફોટો
1/1

'ક્રૂ' ફિલ્મની સફળતા બાદ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી તબુ હવે આંતરરાષ્ટ્રીય સ્ટારડમની દિશામાં આગળ વધી રહી છે. અભિનેત્રી તબુ 'ડ્યુન' નવી પ્રિક્વલ સિરીઝ 'ડ્યુન: પ્રોફેસી'માં એક અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ OTT ઉપર રીલીઝ કરવામાં આવશે.

'ડ્યુન: પ્રોફેસી'ની પ્રિક્વલ સિરીઝનું નામ પહેલા 'ડ્યુન: ધ સિસ્ટરહુડ' હતું, અને તે બ્રાયન હર્બર્ટ અને કેવિન જે. એન્ડરસન દ્વારા લખાયેલ પુસ્તક 'સિસ્ટરહુડ ઓફ ડ્યુન' પરથી પ્રેરિત છે. આ સિરીઝ ફ્રેન્ક હર્બર્ટની 'ડ્યુન' યુનિવર્સનો એક ભાગ છે જેમાં પોલ એટ્રાઇડીસના ઉદય પહેલાંના 10,000 વર્ષોની વાર્તા કહે છે. 'ડ્યુન: પ્રોફેસી' બે હાર્કોનન બહેનોની કથા છે, જેઓ માનવજાતના ભવિષ્યને નુકસાન પહોંચાડી શકતી શક્તિઓ સામે લડે છે અને એક તેઓની સામે લડવા એક નવા  સંપ્રદાયની સ્થાપના પણ કરે છે જે બેને ગેસેરિટ તરીકે ઓળખાય છે.

જાણવા મળ્યા પ્રમાણે તબુની ભૂમિકા સિસ્ટર ફ્રાન્સેસ્કાની છે, જે 'મજબૂત, બુદ્ધિશાળી અને આકર્ષક' વ્યક્તિ છે. સિસ્ટર ફ્રાન્સેસ્કા વાર્તાનું એક એવું પાત્ર છે જે પોતાની પાછળ એક પ્રભાવ છોડે છે. સિસ્ટર ફ્રાન્સેસ્કા એક વખતે સમ્રાટની પ્રેમિકા હોવાથી, તેઓનું મહેલમાં પરત ફરવું સત્તાના સંતુલનને ખોરવી નાખે છે અને એક પ્રકારનો રાજકીય તણાવ ઊભો કરે છે. 

તબુ જેમણે હંમેશા પ્રભાવશાળી અને શક્તિશાળી કીરદારો માટે અભિનય આપ્યો છે તેઓને બેને ગેસેરિટની બહેન તરીકે પરદા પર જોવાનો લહાવો અદભુત હશે. કાસ્ટિંગ કરનાર વ્યક્તિએ પણ આવું જ વિચાર્યું હશે.

'ડ્યુન: પ્રોફેસી' સિરીઝમાં એમિલી વોટસન, ઓલિવિયા વિલિયમ્સ, ટ્રેવિસ ફિમેલ, જોહડી મે, માર્ક સ્ટ્રોંગ, સારા-સોફી બૌસ્નિના, જોશ હ્યુસ્ટન, ક્લોઇ લીઆ, જેડ અનૌકા, ફાઓઇલેન કનિંઘમ, એડવર્ડ ડેવિસ, આયોફ હિન્ડ્સ, ક્રિસ મેસન અને શાલોમ બ્રુન-ફ્રેન્કલિન જેવા કલાકારો પણ છે.

તબ્બુની આ ભૂમિકા માટેની પસંદગી તેમના ચાહકોની સાથે સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ સારા સમાચાર છે, તેનાથી ભારતીય અભિનેત્રીઓની વૈશ્વિક ઓળખાણની સાથે સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક ઓળખાણ પણ વધી રહી છે. છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી સ્ટાર્સ પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં દેખાઈ રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન