હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખજો અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ

Posted 1 year ago with 42 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ફેશન સ્ટેટમેન્ટ સાથે, સોશિયલ મીડિયામાં વઘુ લાઇક્‌સ મેળવવા તેમજ એકબીજાની દેખા-દેખીમાં ટેટૂ બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે.

નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખજો અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ
1/1

નવરાત્રીમાં ખાસ ધ્યાન રાખજો અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ

ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રિને આડે હવે એક જ દિવસ બાકી છે. નોરતાં દરમિયાન ખેલૈયાઓના પારંપરિક વસ્ત્રો, મેકઅપ, સાજશણગારની તૈયારી અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન અનેક ખેલૈયાઓ ટેટૂ પણ કરાવતા હોય છે. પરંતુ, અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી હિપેટાઇટિસ ‘બી’, એચઆઇવી, સ્કીન ઈન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.આજના સમયમાં મોટાભાગના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળે છે. ફેશન સ્ટેટમેન્ટ સાથે, સોશિયલ મીડિયામાં વઘુ લાઇક્‌સ મેળવવા તેમજ એકબીજાની દેખા-દેખીમાં ટેટૂ બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. 

પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, શોખમાં બનાવેલા ટેટૂ ક્યારેક તમારા માટે આફત પણ બની શકે છે? નિષ્ણાત ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી શાહી અને સોયથી હેપેટાઇટિસ બી અને સી, એચઆઈવી ઉપરાંત કેન્સરનો ખતરો પણ પેદા થઈ શકે છે.ડૉક્ટરોના મતે ટેટૂ દોરાવવા માટે તમામ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’નો ચેપ લાગી શકે છે. ટેટૂ દોરાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી’ ફેલાવવાનો દર અંદાજે 3.30 ટકા છે. આ સાથે હિપેટાઇટિસને ફેલાવતા અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ દોરાવવા સખત સ્ટરિલાઇઝેશન પ્રોટોકોલ ખૂબ જરૂરી છે.

આ વિષય પર વધુ વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. રીમા જોશીએ જણાવ્યું કે, ‘ટેટૂ ક્યાં કરાવી રહ્યા છો તે ખૂબ જ મહત્ત્વનું છે. ટેટૂ આર્ટિસ્ટ કયા પ્રકારની શાહીનો અને કયા પ્રકારની સોયનો ઉપયોગ કરે છે તે ખાસ ચકાસી લેવું જોઇએ. ટેટૂની અમુક શાહીમાં કેટલાક ખતરનાક કેમિકલ હોય છે, જે કેટલીક ગંભીર બીમારી માટે જવાબદાર બની શકે છે. હલકી ગુણવત્તાની શાહી અને બીજા ઉપર અગાઉ ઉપયોગ થઈ ચૂકી હોય તેવી સોય દ્વારા ટેટૂ કરાવવાથી ભવિષ્યમાં હિપેટાઇટિસ, એચઆઇવી, ટીબી પણ થવાનું જોખમ રહે છે.’

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન