હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે બોલચાલ બંધ

Posted 2 years ago with 10 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ફિલ્મ નો એન્ટ્રી માં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી જોવા મળ્યા હતા. હવે બોની કપૂરે ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ ની જાહેરાત કરી છે.

અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે બોલચાલ બંધ
1/2
અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે બોલચાલ બંધ
2/2

અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે બોલચાલ બંધ ફિલ્મ નો એન્ટ્રી માં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી જોવા મળ્યા હતા. હવે બોની કપૂરે ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ ની જાહેરાત કરી છે. પહેલા મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવ્યું હતું કે નો એન્ટ્રી ની સિક્વલ માં તેની ઓરિજિનલ સ્ટારકાસ્ટ ને લેવામાં આવશે પરંતુ હવે તેને સ્થાને વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂર ને કાસ્ટ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેને લઈને અનિલ કપૂર બોની કપૂર થી નારાજ છે આ વાતનો ખુલાસો ખુદ બોની કપૂરે કર્યો છે બોની કપૂર એ કહ્યું “નો એન્ટ્રીની સિક્વલ અને તેમાં સામેલ કલાકારો વિશે હું મારા ભાઈ અનિલને કહી શકું તે પહેલાં, તે ગુસ્સે થઈ ગયો કારણ કે સમાચાર પહેલેથી જ લીક થઈ ગયા હતા. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે તે લીક થઈ ગયું,’ હું જાણું છું કે તે નો એન્ટ્રી સિક્વલનો ભાગ બનવા માંગતો હતો, પરંતુ ત્યાં જગ્યા નહોતી. હું સમજાવવા માંગતો હતો કે મેં જે કર્યું તે શા માટે કર્યું.” આ ઉપરાંત બોની કપૂરે ફિલ્મ ની સ્ટારકાસ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, “વરુણ અને અર્જુન ખૂબ સારા મિત્રો છે. વાર્તામાં તેમની કેમેસ્ટ્રી જોવા મળી શકે છે અને દિલજીત આજે એક મોટો સ્ટાર છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.” તેમજ બોની કપૂરે જણાવ્યું કે, ‘મારો ભાઈ હજુ મારી સાથે બરાબર વાત કરતો નથી. હું આશા રાખું છું કે આ બધું જલ્દીથી ઉકેલાઈ જશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.