હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા-TV અને OTT, રૂબરૂ

આજે રૂબરૂમાં Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સાથે ફિલ્મ-OTT લેખન અને તેમના જીવન વિષે વાત

Posted 4 months ago with 472 views

Story by Ranmesh | 6 mins read

સમાચાર સારાંશ: Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી સ્ક્રીનરાઇટર તરીકે ઓળખાય છે. નેવીની નોકરી છોડીને તેમણે ઈકબાલથી શરૂ કરેલી લેખનયાત્રાને વાંચન, પ્રવાસ અને ઊંડા રિસર્ચથી સમૃદ્ધ બનાવી. ફિલ્મ અને OTT બંને માટે સમાન મહેનત, શિસ્ત અને ક્રાફ્ટ જરૂરી છે - એવું તેઓ પોતાના કાર્ય દ્વારા સાબિત કરે છે. તસ્કરી માટે કરેલા ગ્રાઉન્ડ-લેવલ રિસર્ચે સિરીઝને ઓથેન્ટિક અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. સતત પ્રગતિ અને ગુણવત્તાને મૂલ્ય આપતા વિપુલ રાવલ આજે અનેક ફિલ્મ અને OTT પ્રોજેક્ટ્સ સાથે સર્જનાત્મક ક્ષેત્રમાં મજબૂત સ્થાન ધરાવે છે.

આજે રૂબરૂમાં Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સાથે ફિલ્મ-OTT લેખન અને તેમના જીવન વિષે વાત
1/4
આજે રૂબરૂમાં Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સાથે ફિલ્મ-OTT લેખન અને તેમના જીવન વિષે વાત
2/4
આજે રૂબરૂમાં Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સાથે ફિલ્મ-OTT લેખન અને તેમના જીવન વિષે વાત
3/4
આજે રૂબરૂમાં Netflix પર ટ્રેન્ડિંગ તસ્કરી સિરીઝના લેખક વિપુલ રાવલ સાથે ફિલ્મ-OTT લેખન અને તેમના જીવન વિષે વાત
4/4

​Netflix પર આવેલી "તસ્કરી" સિરીઝ જે અત્યારે નંબર વન ટ્રેન્ડ કરી રહી છે તે ઘણા મિત્રોએ જોઈ હશે અને નીરજ પાંડેની આ સિરીઝ જોવા જેવી છે તેમ કહીને અન્ય મિત્રોને રિકમેન્ડ પણ કરી હશે, પણ તમે જાણો છો કે આ સિરીઝના રાઇટર આપણા ગુજરાતી છે? આપણા સૌરાષ્ટ્રના-સુરેન્દ્રનગરના છે? ચાલો આજે રૂબરૂમાં વાત કરીએ વિપુલ રાવલ સાથે જે ફિલ્મ અને OTT લેખન માટે જાણીતું નામ છે.

સેતુ કોમ્યુનિકેશનની ઓફિસમાં પહેલા સામેની વ્યક્તિ​ની સગવડની વિચારતા વિપુલ રાવલની સાથે ટૂંકી વાતચીત કરતા તેમના જીવનના નવા જ પાછા જાણવા મળ્યા જે હું તમારા સૌ સાથે વહેંચી રહ્યો છું. 

2005 માં ઈકબાલ ફિલ્મથી લખવાની શરૂઆત કરનાર વિપુલભાઈ નું માનવું છે કે તે સારા લેખક બનવા માટે સારા વાચક બનવું જરૂરી છે. તેમજ, લેખક તરીકે સફળ સફર કરવા માટે જીવનમાં અનેક મુસાફરી કરવી કરવી જરૂરી છે - તેનાથી જે અનુભવ મળે છે તે લેખનની વિશાળતા વધારે છે અને એને વાંચન શબ્દ ભંડોળ વધારવામાં મદદ કરે છે. વાંચનની વાત કરતી વખતે વિપુલભાઈ કહે છે કે સમાચાર પત્રો પણ એટલા જ અગત્યના છે કારણ કે તેનાથી વિષયની વિવિધતા મળે છે અને આ જ વસ્તુ તેમણે પોતાના જીવનમાં ઉતારી છે એટલે જ વાત કરતી વખતે તેઓ અટક્યા વગર અનેક લેખકો અને તેમની લેખન શૈલીના ઉદાહરણ આપી શકે છે. વિપુલભાઈ પોતે બાઇક ઉપર મુંબઇથી લદાખ​, તેમજ સાયકલ પર મુંબઈ થી પુના જઈ આવ્યા છે અને દેશ વિશે પ્રવાસ તો તેમણે કરેલા જ છે. 

જે કામ ગમતું હોય તેમાં ​ડિફિકલ્ટી ન આવે તેમ માનનારા વિપુલભાઈનું કહેવું છે કે ફિલ્મ અને OTT રાઇટીંગ બંને સરખું જ છે બંને માટે સરખી મહેનત, સરખું રિસર્ચ અને સરખી જ ધગશ  જોઈએ અને OTT એટલે જાણે એકથી વધારે ફિલ્મ, દરેક એપિસોડ લખવામાં એક ફિલ્મ જેટલી મહેનત અને રિસર્ચ લાગે અને આ સમાજના કારણે વિપુલભાઈ "ફંડામેન્ટલ ઓફ સ્ક્રીપ્ટ રાઈટીંગ" જેવું પુસ્તક લખી શક્યા છે.

લોકોને પોતાના પુસ્તક દ્વારા લેખન શીખવાડતા વિપુલભાઈ નાનપણથી કંઈક નાનું-મોટું લખતા આવ્યા છે પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૦૯૧ ની વાત કરીએ તો ત્યારે તેમના બે જોક્સ રીજસ ડાઈજેસ્ટ "યુમર ઇન યુનિફોર્મ" વિભાગમાં છપાયા અને જાણે વાઘ લોહી ચાખી ગયો. 

નેવીમાં કામ કરી રહેલા વિપુલભાઈએ નિર્ણય લીધો કે લેખક તરીકે કારકીર્તિ આગળ વધારવી અને તેમણે નેવી જેવી સિક્યોર નોકરી છોડીને લેખન તરફ ડગલા માંડ્યા, રાત્રે વિપ્રોમાં નાઈટ-શિફ્ટમાં નોકરી કરતા તેમનું લેખન કાર્ય ચાલુ રાખ્યું અને આજે તેઓ જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચ્યા. આ સફળતાનો શ્રેય તેઓ પોતાના પરિવારને અને પોતાના પત્નીને આપે છે કે કદાચ તેમના સપોર્ટ વગર આ નિર્ણય લેવો અને તેના પર ટકી રહેવું શક્ય ન હતું. તેઓ કહે છે કે પરિવારનો જેટલો સપોર્ટ હતો એટલો જ કેટલાક મિત્રો અને સંબંધીઓનો સવાલો દ્વારા વિરોધ હતો, શું કરી રહ્યો છે? શું કરીશ? ભવિષ્ય શું? જેવા સવાલોને પણ તેમણે તો પ્રેરણા જ ગણી હતી. 

નેગેટિવ સવાલોમાં પણ પ્રગતિ શોધી લેતા વિપુલભાઈના મતે સફળતા એટલે કામ મળતું રહે, મહેનતનું વળતર મળતું રહે અને કામ થકી નામ જાણીતું થાય. તેમનું કહેવું છે કે વ્યક્તિને પોતાની વેલ્યુ હોવી જોઈએ, તેમજ તે વેલ્યુ માટે પેરામેન્ટ પણ વ્યક્તિએ જાતે નક્કી કરવા જોઈએ અને સમય સમય પર તેને ઊંચા કરતા જવા જોઈએ. 

વિપુલભાઈના આગળના કામની જેમ જ તાજેતરમાં રિલીઝ થયેલી તસ્કરી સિરીઝના રિસર્ચ માટે તેમણે કસ્ટમ ઓફિસર​ થી માંડી દાણચોરો સુધી ઘણા લોકોની મુલાકાત કરી - તેના દ્વારા સિરીઝમાં ઓથેન્ટિસિટી લાવ્યા. ૪૦ લાખ જેવા નાના બજેટમાં 'ટોની' નામની બે કલાકની ફિલ્મ બનાવનાર, 'મુંબઈ વારાણસી એક્સપ્રેસ'​ ને પોતાનું ગમતું કામ ગણતા વિપુલભાઈ હાલ એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે અને આવતા ત્રણ વર્ષમાં તેમના અનેક પ્રોજેક્ટ જોવા મળશે તેવું એક સફળ સ્મિત સાથે તેઓ જણાવી રહ્યા છે.

કામને પહેલા દિવસે જે રીતે જોતા એ જ રીતે આજે જોતા વિપુલભાઈનું કહેવું છે કે આપણે તો કામ કરવાનું છે, સફળતા એટલે 'એક બેઠકે તમારી આખી સિરીઝ જોઈ' અને 'એકથી વધારે વાર તમારી ફિલ્મ જોઈ' કહેનારા દર્શકો. તેઓ કહે છે કે કોઈ સારા બજેટ સાથેનો પ્રોજેક્ટ મળશે તો આ જ સફળતા ગુજરાતી ફિલ્મોમાં મેળવવી તેમને ગમશે, તેઓ વાર્તા સાથે તૈયાર છે.

સોશિયલ મીડિયા લાઈકની રેસમાં ન ઉતરેલા વિપુલભાઈનું કામ ચોક્કસ જોવા જેવું છે તમને તેમના દરેક કામની પાછળ ચોક્કસ તેમની મહેનત તેમણે આપેલો સમય દેખાશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.