હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી 8થી વધુ લોકોના મોત

Posted 2 years ago with 42 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એમઆરએફ અને એનડીઆરપીની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી 8થી વધુ લોકોના મોત
1/1

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટનાની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરવમાં આવી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એમઆરએફ અને એનડીઆરપીની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ

અહેવાલો અનુસાર, બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલરના ચાલકે અચાનક કાબૂ ગુમાતા તે અલકનંદા નદીમાં ખાબકી હતી. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યૂ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસપી ડો. વિશાખા અશોક ભદાણે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. 

તેમણે 'X'પર લખ્યું - 'રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે

ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.