સમાચાર સારાંશ: અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન મેઘરાજાએ બોલાવી ધડબડાટી શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં વરસાદનું આગમન થયું છે.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે. અમદાવાદના મણિનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે વરસાદ વરસ્યો છે. અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા આજે અમદાવાદ માં વરસાદ ની આગાહી હતી તે મુજબ શાળા છૂટવાના સમયે વરસાદે ધબ ધબાટી બોલાવી
શાળાએ ઘરે આવતા બાળકો વરસાદથી પલળ્યા છેલ્લા 30 મિનિટ થી કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ માં મૂકી ને વરસી રહ્યો છે
લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. YMCA ચાર રસ્તા નજીક પણ વરસાદ વરસી રહ્યો છે. શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાવાની શરુઆત થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
જ્યારે ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદની આગાહી દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ગીર સોમનાથમાં કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તાપી, નવસારી,વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, મહીસાગર,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



