સમાચાર સારાંશ: સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે, અત્યાર સુધીમાં બાકી રહેલા કલાકારોના મેડિકલ સહાયના બિલોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રકમના 57થી વધુ લાભાર્થીઓના બિલ મંજૂર કરવામાં આવ્યા. આ નિર્ણય કલાકાર સમાજ માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે.
કલાકાર કલ્યાણ નિધિ સમિતિની બેઠકમાં કલાકારોને રૂ.75 લાખથી વધુની સહાયને મંજૂરી આપવામાં આવી
કલાકાર કલ્યાણ નિધિ સમિતિની બેઠક માનનીય રાજ્યકક્ષાના મંત્રીના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક યોજાઈ. બેઠકમાં કલાકારોના હિતને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે, અત્યાર સુધીમાં બાકી રહેલા કલાકારોના મેડિકલ સહાયના બિલોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રકમના 57થી વધુ લાભાર્થીઓના બિલ મંજૂર કરવામાં આવ્યા. આ નિર્ણય કલાકાર સમાજ માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે.
વાજિંત્ર સહાય અંતર્ગત રૂપિયા 31,000 થી વધુના બિલો મંજૂર કરાયા. સાથે જ વાજિંત્ર સહાયની મર્યાદા હાલના રૂપિયા 5,000 માંથી વધારી રૂપિયા 25,000 કરવાની ભલામણ સમિતિ દ્વારા કરવામાં આવી, હકારાત્મક રીતે સ્વીકારવામાં આવી.
મેડિકલ સહાય માટેની આવક મર્યાદા હાલ રૂપિયા 2 લાખ છે, જેને વધારી રૂપિયા 6 લાખ કરવાની સમિતિએ ભલામણ કરી છે, જેથી વધુ કલાકારોને યોજનાનો લાભ મળી શકે.
કલાકારોના ઓળખપત્ર યોજનામાં લાંબા સમયથી બાકી રહેલી અરજીઓ મંજૂર કરવામાં આવી. વધુને વધુ કલાકારો સુધી ઓળખપત્ર પહોંચે અને તેઓ યોજનાનો લાભ લઈ શકે તે માટે પ્રચાર-પ્રસાર વધારવા પર ભાર મૂકાયો. સોશિયલ મીડિયા મારફતે માહિતી વધુ વ્યાપક રીતે પહોંચે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ દ્વારા કલાકારોના સર્વાંગી કલ્યાણ, સહાયની રકમમાં વધારો અને યોજનાના વ્યાપ વિસ્તરણ અંગે કરવામાં આવેલી ભલામણોને સમિતિએ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ, તેને અમલમાં મૂકવા દિશામાં સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યા.
સમિતિના બિનસરકારી સભ્યો અરવિંદ વેગડા, મનુ રબારી, દીપક જોશી, કનુભાઈ પટેલ અને અભેસિંહ રાઠોડનો એકસુર હતો કે વધુને વધુ કલાકારો સુધી આ યોજનાનો લાભ પહોંચે અને કલાકાર વર્ગને સશક્ત બનાવવામાં આવે.
આવક મર્યાદા વધતા લાભાર્થીઓની સંખ્યા વધવાની સંભાવના હોવાથી સ્ટાફ અને મેનપાવરની જોગવાઈ વધારવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા.
કમિશનરે ખાતરી આપી કે આવનારા સમયમાં યોજનાનો વ્યાપ વધારવા, પ્રચાર-પ્રસાર મજબૂત બનાવવા અને વધુ કલાકારો સુધી લાભ પહોંચાડવા માટે જરૂરી આયોજન કરવામાં આવશે. સાથે જ યોજનાનું ભંડોળ વધારવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
કલાકારોના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતું આ એક મહત્વપૂર્ણ પગલું છે, જેમાં મેડિકલ અને વાજિંત્ર સહાય સહિત રૂપિયા 75 લાખથી વધુની સહાયને મંજૂરી આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત તથા માનનીય પ્રદેશ અધ્યક્ષ જગીશભાઈ પંચાલના માર્ગદર્શન અને સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



