સમાચાર સારાંશ: જામસતાજીએ બાદશાહને કહી દીધું કે શરણે આવેલાને કાઢી મુકવો તે ક્ષત્રિય ધર્મ નથી
પીએમ મોદીએ જે જામનગરમાં ઉલ્લેખ કર્યો તે ભુચર મોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રના પાણિપત યુદ્ધ તરીકે પણ જાણીતું છે,એ હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.
ભુચર મોરીનું યુદ્ધ ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. નવાનગર રજડાવાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલો વચ્ચે ભુચર મોરીના પ્રદેશ એટલે કે ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. આ લડાઇને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટી લડાઇ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના પાણિપત યુદ્ધ તરીકે પણ ભુચર મોરીનું યુદ્ધ જાણીતું છે.
મુઘલ સૈન્ય ભુચર મોરી પહોંચ્યું ત્યારે જામ સાહેબે કચ્છના અનામત સૈન્યથી તેમના પર હુમલો કર્યો. જો કે ત્યારબાદ સતત વરસાદ પડતાં 2 દિવસ લડાઇ થઇ ન હતી. બંને પક્ષો વચ્ચે ભારે અથડામણો થઇ હતી અને દરેકમાં કાઠઇયાવાડનું સૈન્ય વિજેતા થતું હતું. જામ સતાજીની વ્યૂહરચના એવી હતી કે તેઓ વારંવાર વિજેતા થતા હતા.

Jam Shree Sataji's victorious army in action near Bhuchar Mori.#Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #History #Nawanagar #NawanagarState #JamSaheb #Bhucharmori pic.twitter.com/ytqXxkNEes
— History Of Jamnagar (@JamnagarHistory)Jam Shree Sataji's victorious army in action near Bhuchar Mori.#Jamnagar #HistoryOfJamnagar #JamnagarHistory #History #Nawanagar #NawanagarState #JamSaheb #Bhucharmori pic.twitter.com/ytqXxkNEes
— History Of Jamnagar (@JamnagarHistory) March 3, 2022
જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એને લાગ્યું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. હળવદના ચંદ્રસિંહની મધ્યસ્થતામાં શાંતિમંત્રણા સફળ થાય તો તેણે જામ સતાજીને બે લાખ ચૂકવવા અને ચંદ્રસિંહને ગુપ્ત રીતે એક લાખ ચૂકવવા વચન આપ્યું. કુંડલાના કાઠી લોમા ખુમાણે અગાઉના જૂનાગઢના અભિયાન સમયે લૂંટના ભાગરુપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વજીરે તેને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજી ધરાવતો હતો. આ જ પ્રકારે જૂનાગઢનો દૌલત ખાન પણ જામ વિરુદ્ધ હતો. આ બંને એ અઝીઝ કોક સાથે ગુપ્ત સંધિ કરી અને મિર્ઝાએ સહાયની ખાતરી આપતાં તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી. ફરી સૈનિકો ખડકલા કરવામાં આવ્યા.
અકબરે એટલા સૈનિકો ઉતાર્યા કે યુદ્ધ મેદાન આખું લડવૈયાઓથી ભરાઈ ગયું.ત્યારબાદ યુદ્ધ થયું..બાદશાહની સેનાનો ખાતમો બોલાવા લાગ્યો. નાનું સૈન્ય હોવા છતાં ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું. જામ અજાજી ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા વીરગતી પામ્યા, મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન જેવા મહાબલી સૈનિકોના મોત થયા, બંને પક્ષે અંદાજિત 2000 કાઠિયાવાડી વીરો સહિત 10 હજાર જેટલા સૈનિકો યુદ્ધ મેદાનમાં મોતને ભેટયા. જામ રાજવી પરિવારમાંથી સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહીદી વહોરી લીધી. મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં ધડે રમ્યા. એવું કહેવાય છે કે એ હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.
તે વખતે ગોવાળીયાઓને કંઇક અજૂગતું થવાનો સંકેત મળતાં તેમણે ભૂચર મોરીને જાણ કરી. તેમણે વજીરને વાત કરતાં પંડિતોની સલાહ લેવાઇ અને પંડિતોએ કહ્યું કે અહીં મહાભયંકર યુદ્ધ થશે.
ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. આ સિવાય દ્વારકાની જાત્રાએ થી પરત ફરી હિંગળાજ દેવીના દર્શને જઈ રહેલ 500 નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી. સૈન્યમાં તોપખાનું, અશ્વદળ, હાથી અને ઊંટ પણ હતા.
ત્યારબાદ યુદ્ધ થયું..બાદશાહની સેનાનો ખાતમો બોલાવા લાગ્યો. નાનું સૈન્ય હોવા છતાં ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું. જામ અજાજી ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા વીરગતી પામ્યા, મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન જેવા મહાબલી સૈનિકોના મોત થયા, બંને પક્ષે અંદાજિત 2000 કાઠિયાવાડી વીરો સહિત 10 હજાર જેટલા સૈનિકો યુદ્ધ મેદાનમાં મોતને ભેટયા. જામ રાજવી પરિવારમાંથી સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહીદી વહોરી લીધી. મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં ધડે રમ્યા. એવું કહેવાય છે કે એ હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



